Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પર્વે ગોધરામાં કારના બુકિંગમાં વધારો નોંધાયો:વાહનોના પુરવઠા સામે અછત સર્જાતાં ડિલિવરીમાં વિલંબ;1,500થી વધુ બુકિંગ સામે 700 ડિલિવરી

    2 days ago

    દિવાળીના પર્વ નિમિત્તે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના કાર બજારમાં ખરીદીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. નવા વાહનો ખરીદવા માટે કારના બુકિંગમાં મોટો વધારો થયો છે. જોકે, ગ્રાહકોની માંગ સામે શોરૂમ્સમાં કારનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ ન હોવાથી ડિલિવરી માટે ગ્રાહકોએ રાહ જોવી પડી રહી છે. તહેવારો દરમિયાન કાર ખરીદવા લોકો ઉત્સુક હોવાથી ઓટોમોબાઇલ ક્ષેત્રે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડીલર્સ પાસે બુકિંગ સામે કારની અછત ગોધરાના એક કાર ડીલરના જણાવ્યા અનુસાર તેમના શોરૂમમાં 1,500થી વધુ કારનું બુકિંગ નોંધાયું છે. તેની સામે અત્યાર સુધીમાં આશરે 700 કારની ડિલિવરી આપી શકાઈ છે. આ સિવાય મહિન્દ્રા શોરૂમના સીઈઓએ પણ માહિતી આપી છે કે તેમના શોરૂમમાં 500થી વધુ કારનું બુકિંગ થયું છે અને તેની સામે માત્ર 300 કાર જ ઉપલબ્ધ થઈ શકી છે. શોરૂમ સંચાલકો ગ્રાહકોને સમયસર ડિલિવરી આપવા પ્રયાસ કરી રહ્યા છે. સીએનજી કારની માંગમાં સતત વધારો પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ તેમજ સામાન્ય મોંઘવારીને લીધે ગોધરામાં સીએનજી કારની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે. ગ્રાહકો ઓછા ઇંધણ ખર્ચે વધુ માઇલેજ આપતાં વાહનો ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત જીએસટી દરોમાં મળેલી રાહત અને તહેવારો નિમિત્તે ડીલરો દ્વારા આપવામાં આવતી વિશેષ ઓફર્સના કારણે કાર ખરીદવામાં ગ્રાહકો ઉત્સાહ દર્શાવી રહ્યા છે, પરંતુ ડિલિવરી માટે વેટિંગ પિરિયડ લંબાયો છે.
    Click here to Read More
    Previous Article
    Astronaut Shubhanshu Shukla Recalls Spotting Nature's Fireworks While Celebrating Diwali In Space
    Next Article
    મોરબીમાં 95 ખાદ્ય પેઢીઓની તપાસ, 15 કિલો ખોરાકનો નાશ:લાઇસન્સ વિના ધંધો કરતી 8 પેઢીઓને નોટિસ, બળેલું તેલ અને વાસી સામગ્રી ફેંકાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment