Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પર્વના બે દિવસ પહેલા લોકોએ વતનની વાટ પકડી:ગીતા મંદિર એસટી સ્ટેન્ડ-કાલુપુર રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ, સ્કૂલ-કોલેજોમાં વેકેશન હોવાથી વિદ્યાર્થીઓ પણ ગામડે રવાના

    2 days ago

    દિવાળીના તહેવારને લઈ અમદાવાદમાં ગીતામંદિર એસટી સ્ટેન્ડ અને કાલુપુર રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં રેલવે સ્ટેશન પર ટિકિટ લેવા 150 લોકોની કતાર લાગેલી જોવા મળી. તેમજ એસટી સ્ટેન્ડમાં પણ લોકો બસની રાહ જોતા નજરે આવ્યા છે. ત્યારે રેલવે સ્ટેશન પર સુરક્ષાને લઈને સવાલો પણ ઉભા થયા છે. જેમાં આટલી મોટી સંખ્યામાં ભીડ હોવા છતાં સ્કેનર મશીન બંધ હાલતમાં જોવા મળ્યા હતા. દિવાળી-છઠ્ઠપૂજાને લઈ લોકો યૂપી-બિહાર જવા રવાના અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડ પર વતનની વાટ પકડવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ અને સૌરાષ્ટ્ર રહેતા હજારો લોકો આ પાવન પર્વની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા ઉત્સાહભેર પોતાના ગામડે જવા માટે ઉમટી પડ્યા છે. માદરે વતનની મહેક અને તહેવારની ઊર્જા વચ્ચે, દરેક વ્યક્તિ વહેલી તકે પોતાના ઘરે પહોંચવા માટે બસની અને રેલવેની રાહ જોઈ રહ્યા છે. રાતની ટ્રેન હોય ને વહેલા આવેલા લોકોને રેલવે સ્ટેશનમાં પ્રવેશ નહીં સ્કૂલ-કોલેજોમાં વેકેશન પડી ગયું હોવાથી ધનતેરસ પર નોકરી અને ધંધાવાળા લોકો પણ વેકેશન પાડીને પોતાના ગામડે જવા નીકળી ગયા છે. મહત્વનું છે કે રેલવે સ્ટેશન પર જે લોકોની રાતની ટ્રેન હોય તે લોકો પણ અત્યારથી રેલવે સ્ટેશન પહોંચી જતા તેમને ઘુસવા દેવામાં આવ્યા ન હતા. જેથી તેમને રેલવે સ્ટેશનના કમ્પાઉન્ડમાં બેસવાનો વારો આવ્યો હતો. તેમજ સ્કેનર મશીન પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. આટલું જ નહીં એસટી સ્ટેન્ડ પર પણ લોકોને બેસવાનો વેઇટિંગ રૂમ અને નીચે બેસવાનો વારો આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 95 ખાદ્ય પેઢીઓની તપાસ, 15 કિલો ખોરાકનો નાશ:લાઇસન્સ વિના ધંધો કરતી 8 પેઢીઓને નોટિસ, બળેલું તેલ અને વાસી સામગ્રી ફેંકાવી
    Next Article
    Gujarat Breaking News | 8 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment