Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરટેકર રાખતા પહેલા સાવધાન!:વડોદરામાં 95 વર્ષીય વૃદ્ધના કેરટેકરે ચેક પર ખોટા સહી કરીને 1.20 લાખની છેતરપિંડી આચરી, પેન્શનમાં 22 લાખ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો

    1 day ago

    વડોદરા શહેરમાં 95 વર્ષીય નિવૃત્ત વૃદ્ધની દેખભાળ માટે રાખવામાં આવેલા કેરટેકરે વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી બેંકના ચેકમાં ખોટી સહી કરી 1.20 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યારબાદ 22 લાખ રૂપિયાનો વધુ એક ચેક ક્લિયર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર સ્ટોપ પેમેન્ટ કરાવાતા મોટી છેતરપિંડી અટકી હતી. આ સમગ્ર મામલે અકોટા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના દીવાળીપુરા વિસ્તારમાં રહેતા અને ટેલિકોમ કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાગૃતભાઈ ભાસ્કરભાઈ વોરાએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તેમના 95 વર્ષીય નિવૃત્ત પિતા ભાસ્કરભાઈ વોરાની દેખભાળ માટે ફેબ્રુઆરી-2026માં મયુર કેર એજન્સી મારફતે અનિલભાઈ અંબાલાલ મકવાણાને કેરટેકર તરીકે રાખ્યા હતા. કેરટેકર તરીકે ફરજ બજાવતાં અનિલ મકવાણાને વૃદ્ધના રૂમમાં રાખવામાં આવેલા મહત્વના દસ્તાવેજો, બેંક ચેકબુક અને અન્ય વિગતોની જાણ થઈ હતી. ત્યારબાદ મે મહિનામાં તેઓએ અચાનક કામ પર આવવાનું બંધ કરી દીધું હતું. 1 જૂનના રોજ ફરિયાદી પોતાના પિતાના એ.ટી.એમ. કાર્ડથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે ખાતામાંથી 1.20 લાખ ઉપડ્યાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ખંભાત સ્થિત ICICI બેંકમાં ચેક દ્વારા પિતાની ખોટી સહી કરી રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ દરમિયાન વધુ તપાસમાં આરોપીએ બેંક ઓફ ઈન્ડિયાના પેન્શન ખાતામાંથી 22 લાખ રૂપિયાનો ચેક પણ ક્લિયર કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે, મોબાઇલ પર મેસેજ મળતાં પરિવારજનોએ તાત્કાલિક સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હોવાથી આ મોટી રકમની છેતરપિંડી અટકી ગઈ હતી. કેરટેકરે વિશ્વાસનો તોડીને વૃદ્ધના ચેકનો દુરુપયોગ કરીને ખોટી સહીના આધારે રૂપિયા ઉપાડી છેતરપિંડી આચરી છે. સમગ્ર મામલે અનિલભાઈ અંબાલાલ મકવાણા, (રહેવાસી ગુરુકૃપા સોસાયટી, ખંભાત જી.આણંદ) સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    PI જે.બી.અગ્રાવત વિરુદ્ધનો હુકમ હાઈકોર્ટે પરત ખેંચ્યો:સરકારી વકીલને સાંભળ્યા વગર જ હાઇકોર્ટે પસાર કર્યો હુકમ, મૂળ અરજી પર આગળ કાર્યવાહી થશે
    Next Article
    રતુભાઈ અદાણી શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી:વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષકોનું સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment