Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રતુભાઈ અદાણી શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી:વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષકોનું સન્માન કર્યું

    1 day ago

    વેદવ્યાસના જન્મદિવસ નિમિત્તે ગુરુપૂર્ણિમાની ઉજવણી શ્રી રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળામાં કરવામાં આવી. આ પ્રસંગે વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ બાળકોના ભવિષ્યનું ઘડતર કરતા અને શિક્ષણનો પ્રકાશ પૂરો પાડતા શાળાના શિક્ષકોનું સન્માન કર્યું. શિક્ષકોને કુમકુમ તિલક કરી ફૂલ અથવા ફૂલ પાંદડી રૂપી ભેટ અર્પણ કરવામાં આવી. શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા ગુરુવંદના રૂપી પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ જેવા કે રસુલભાઈ, માજી સરપંચ મુકેશભાઈ પરમાર અને માજી કોર્પોરેટર ભદ્રેશભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ, ભદ્રેશભાઈ અને રસુલભાઈએ બાળકો સહિત વાલીઓ અને ઉપસ્થિત સૌને શુભકામનાઓ પાઠવી હતી. શાળાના મુખ્ય શિક્ષક પંકજભાઈ ત્રિવેદીએ સર્વે મહેમાનો, વાલીઓ અને બાળકોને આ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે શાળા પરિવારના સભ્યોને ગુરુપૂર્ણિમાના વંદન કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તન-મનથી તત્પર રહેવા આહ્વાન કર્યું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી.
    Click here to Read More
    Previous Article
    કેરટેકર રાખતા પહેલા સાવધાન!:વડોદરામાં 95 વર્ષીય વૃદ્ધના કેરટેકરે ચેક પર ખોટા સહી કરીને 1.20 લાખની છેતરપિંડી આચરી, પેન્શનમાં 22 લાખ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો
    Next Article
    હેલ્થકેર અને ફાર્મા ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન:GCCI, i-Hub અને AMA દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment