Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થી દીઠ 94 હજારની સ્કોલરશિપ‎:સુરેન્દ્રનગરની સરકારી શાળાએ રચ્યો ઈતિહાસ, ‎જ્ઞાન સાધનામાં એક સાથે 51 વિદ્યાર્થી મેરીટમાં

    6 days ago

    મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા 2026માં વઢવાણ તાલુકાની ગણપતિ ફાટસર પ્રાથમિક શાળાના ધોરણ-8ના એકસાથે 51 વિદ્યાર્થીએ રાજ્ય મેરીટમાં સ્થાન પામી સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડી દીધો છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની શરૂઆત 2023થી થઈ અને ત્યારથી જ આ શાળા દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ સ્થાન જાળવી રહી છે. એટલું જ નહીં, રાજ્યકક્ષાએ પણ સતત 1 થી 5 નંબરમાં સ્થાન મેળવીને શાળાએ વઢવાણ તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ કારણે જ સુરેન્દ્રનગર જિલ્લાની આ એકમાત્ર એવી સરકારી શાળા છે જ્યાં પ્રવેશ માટે વેઈટિંગ ચાલે છે. શાળા પરિવારની અથાગ મહેનત, બાળકોનો પરિશ્રમ, વાલીઓનો સહકાર અને આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળા સફળતાના શિખરો સર કરી રહી છે. સમયાંતરે રાત્રે બાળકો અને વાલીઓની સંયુક્ત મીટીંગ યોજી પ્રોગ્રેસ રિપોર્ટ આપવામાં આવે છે. વાલીઓને જાગૃત કરી ઘરેથી પણ માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આખા વર્ષ દરમિયાન 50થી વધુ પ્રેક્ટિસ પેપર લેવાયા હતા. રવિવાર કે જાહેર રજાના દિવસે પણ શાળામાં પેપર લઈ બાળકોને પરીક્ષા માટે સજ્જ કરવામાં આવ્યા હતા. આમ મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં આવનાર દરેક વિદ્યાર્થીને ધોરણ 9 થી 12 સુધી ચાર વર્ષ માટે કુલ 94 હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળશે. આ આર્થિક સહાયથી ગ્રામ્ય વિસ્તારના હોશિયાર બાળકોને ઉચ્ચ અભ્યાસમાં મોટી મદદ મળશે. સતત ચોથા વર્ષે જિલ્લા અને રાજ્યકક્ષાએ ઐતિહાસિક દેખાવ કરી સરકારી શાળા પણ ખાનગી શાળાઓને ટક્કર આપી શકે છે તે સાબિત કરી બતાવ્યું છે. NMMSથી CET સુધી અવ્વલ માત્ર જ્ઞાન સાધના જ નહીં, NMMS, CET સહિતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં શાળા હરહંમેશ અગ્રેસર રહી છે. જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં પણ ટોપમાં સ્થાન મેળવતી આવી છે. બાળકોને અત્યારથી જ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવે છે. શાળાનો 4 વર્ષનો દમદાર રેકોર્ડ 2023 36 પ્રથમ ત્રીજા નંબરે 2024 42 પ્રથમ ટોપ-5માં સ્થાન 2025 50 પ્રથમ 1 થી 5 નંબરમાં 2026 51 પ્રથમ ટોપમાં સ્થાન
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર કચેરી પાછળ જ અંધારપટ:15 દિવસથી પાણીનું ટીપુંય નહીં, રસ્તા પર તો ખાડા જ ખાડા
    Next Article
    ચકચાર:‘હું મારી નવી જિંદગી શરૂ કરવા જાઉં છું’ ચિઠ્ઠી લખી સુરેન્દ્રનગરનો 16 વર્ષનો કિશોર ગુમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment