Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેરઠમાં 94મું વરિષ્ઠ નાગરિક જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું:અનુબંધ ફાઉન્ડેશન દ્વારા 50થી 80 વર્ષના લોકો માટે આયોજન

    1 week ago

    મેરઠ, ઉત્તર પ્રદેશના આર્ય સમાજ ભવન ખાતે અમદાવાદ સ્થિત અનુબંધ ફાઉન્ડેશન દ્વારા 94મું જીવનસાથી પસંદગી સંમેલન 15 માર્ચ, 2026, રવિવારના રોજ યોજાયું હતું. આ સંમેલન 50 થી 80 વર્ષના કુંવારા, ડિવોર્સી, વિધવા અને વિધુર માટે ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના નિઃશુલ્ક આયોજિત કરવામાં આવ્યું હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે અનુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ નટુભાઈ પટેલ, સેક્રેટરી કિન્નરી લાખાણી, જનરલ સેક્રેટરી ભુપતભાઈ સોની અને મેરઠના વિપિન જૈન ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં ઉત્તર પ્રદેશ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાંથી 80 પુરુષો અને 20 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સંમેલનની એક નોંધનીય બાબત એ હતી કે અલીગઢથી એક 80 વર્ષના પુરુષ, ગાઝિયાબાદથી એક પુત્રી પોતાની 79 વર્ષીય માતા સાથે અને મેરઠથી એક ભત્રીજો પોતાના કાકા માટે જીવનસાથીની પસંદગી કરવા માટે હાજર રહ્યા હતા.સંમેલનમાંથી 6 કપલ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સંમેલન બાદ અનુબંધ ફાઉન્ડેશન દ્વારા ઉમેદવારો માટે મેરઠ નજીક આવેલા ઐતિહાસિક સ્થળ હસ્તિનાપુરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોએ દ્રૌપદી સ્નાન કુંડ, લાક્ષાગૃહ કિલ્લો, કર્ણ મંદિર અને જંબુદ્વીપ જૈન મંદિર જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે મેરઠના પ્રખ્યાત છોલે ભટુરે અને લસ્સીનો પણ સ્વાદ માણ્યો હતો.ગત મહિને આ સંમેલન રાજકોટ, ગુજરાત ખાતે યોજાયું હતું. આગામી સંમેલનો એપ્રિલ મહિનામાં ભીલવાડા, રાજસ્થાન અને મે મહિનામાં હૈદરાબાદ, તેલંગાણા ખાતે આયોજિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હારીજ સરકારી કૉલેજમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો:15થી વધુ વિદ્યાર્થીઓને રોજગારીની તક માટે માર્ગદર્શન
    Next Article
    કડીમાં હરે કૃષ્ણ કેન્દ્રનો બૃહદ સંકીર્તન મહોત્સવ:7 બસ્તીઓમાં ભગવદ ગીતા અને પ્રસાદનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment