Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોના પાપે કામ વિલંબમાં પડ્યું?:નિમેટા મુખ્ય પાણી લાઈન પ્રોજેક્ટમાં વિલંબ, ટેક્નિકલ અવરોધોને કારણે ખર્ચમાં રૂ. 9.37કરોડનો વધારો; સ્થાયી મંજૂરીની દરખાસ્ત

    10 hours ago

    વડોદરા શહેરમાં પાણી પુરવઠો વધુ મળી રહે અને પૂરતા દબાણ સાથે પાણી મળે તે માટે નિમેટાથી નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે છેલ્લા ત્રણ વર્ષથી આ કામગીરી ચાલી રહી છે પરંતુ અવરોધો વચ્ચે આ કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. જો કે આ કામગીરીને હજુ બીજા ત્રણ મહિના સુધી લંબાવવા માટે અને આ પ્રોજેક્ટમાં વધારાના 9.37 કરોડની રકમ મંજૂર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂરી ન અપાતા વિલંબ વડોદરા શહેરમાં વકરી રહેલી પાણીની સમસ્યા વચ્ચે, શહેરના ભાવિ પાણી પુરવઠા માટે અત્યંત મહત્વકાંક્ષી ગણાતા નિમેટા પાણી લાઈન પ્રોજેક્ટની કામગીરી વધુ વિલંબમાં પડી છે. કેન્દ્ર સરકારની અમૃત-2.0 યોજના અંતર્ગત નિમેટા ખાતે 75 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા અને નિમેટાથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધી જૂની 750 એમએમ વ્યાસની લાઈનના સ્થાને 1500 એમએમ વ્યાસની નવી લાઈન નાખવાની કામગીરી વર્ષ 2023માં મંજૂર કરાઈ હતી. ગેરંટી પિરિયડના કારણે રસ્તો ખોદવાની મંજૂરી મળી શકી નથી રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે 21 મહિનાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. હાલમાં આ પ્રોજેક્ટની અંદાજે 86 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે ક્રોસિંગ માટે મંજૂરી ન મળતા પ્રોજેક્ટમાં મોટો અવરોધ ઊભો થયો હતો. સત્તાધીશોએ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીને ધ્યાનમાં રાખીને નીચેથી પાઇપલાઇન પસાર કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. બીજી તરફ, રોડ પ્રોજેક્ટ શાખાને અગાઉથી જાણ હોવા છતાં નેશનલ હાઈવેથી સરદાર એસ્ટેટ સુધી સ્માર્ટ રોડનું નિર્માણ કરી દેવાયું હોવાથી, ગેરંટી પિરિયડના કારણે રસ્તો ખોદવાની મંજૂરી મળી શકી નથી. મંજૂરી ન મળતા વૈકલ્પિક રૂટ પસંદ કરાયો રાષ્ટ્રીય ધોરીમાર્ગની મંજૂરી ન મળતા આખરે મ્યુનિસિપલ કમિશનરે સર્વે અને સલાહકારના અભિપ્રાયના આધારે વૈકલ્પિક રૂટ મંજૂર કર્યો છે. નવા રૂટ મુજબ હવે સયાજીપુરા દશાલાડ ભવન માર્ગે થઈને લાઈન નાખવામાં આવશે. જોકે, આ બદલાયેલા રૂટ પર ડ્રેનેજ અને વરસાદી પાણીની ચેનલો નડતરરૂપ હોવાથી તેમજ પુનિતનગર નજીક હાલની પાણીની લાઈનને નુકસાન થવાનો ભય હોવાને કારણે પરંપરાગત કટ-એન્ડ-કવર પદ્ધતિ શક્ય નથી. શહેરનો પાણી પુરવઠો ખોરવાય નહીં તે માટે હવે મેન્યુઅલ પુસિંગ પદ્ધતિથી પાઇપલાઇન નાખવાની ફરજ પડી છે. પ્રોજેક્ટનો ખર્ચ વધીને રૂ. 152.05 કરોડ થવાનો અંદાજ આ ટેક્નિકલ ફેરફારોને કારણે મૂળ રૂ. 142.67 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ વધીને રૂ. 152.05 કરોડ થવાનો અંદાજ છે. આમ, પ્રોજેક્ટમાં રૂ. 9.37 કરોડનો જંગી ખર્ચ વધતાં અને કામગીરી પૂર્ણ કરવા માટે વધુ ત્રણ મહિનાની મુદત લંબાવવાની જરૂરિયાત ઊભી થતાં, આ અંગેની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. આયોજનના અભાવ અને વહીવટી મંજૂરીઓમાં વિલંબના કારણે વડોદરાના નાગરિકોને આ સુવિધાનો લાભ મેળવવા માટે હજુ વધુ રાહ જોવી પડશે. અને લોકોના ટેક્સના પૈસા વધુ ખર્ચાશે તે નફામાં.
    Click here to Read More
    Previous Article
    અટલાદરામાંથી 25 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:પાયલોટિંગ સાથે દમણથી લઈને નીકળ્યો ને વડોદરામાં SMCએ એક દબોચ્યો
    Next Article
    ત્રણ શખસનો યુવક પર છરીથી હુમલો કરીને ઢીકાપાટુનો માર માર્યો:ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો, મહુવામાં મિત્રની બાઈક અથડાવવા મુદ્દે માથાકૂટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment