Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અટલાદરામાંથી 25 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:પાયલોટિંગ સાથે દમણથી લઈને નીકળ્યો ને વડોદરામાં SMCએ એક દબોચ્યો

    15 hours ago

    વડોદરામાં દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના અટલાદરા વિસ્તારમાંથી દમણથી લાવવામાં આવતો અંદાજે 25 લાખ રૂપિયાનો વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. સાથે એક આરોપીની ધરપકડ કરી અટલાદરા પોલીસને સોંપવામાં આવ્યો છે. શંકાસ્પદ ટેમ્પોને પીછો કરીને ઝડપ્યો દારૂ નીકળ્યો પ્રાપ્ત માહિતી અનુસાર, એક આઇસર ટેમ્પોમાં દારૂ ભરીને પાયલોટિંગ સાથે વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો હતો. બાતમીના આધારે SMCની ટીમે અટલાદરા વિસ્તારમાં BAPS સ્વામિનારાયણ મંદિર નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પોને પીછો કરીને અટકાવવામાં આવ્યો હતો. 35 લાખના મુદ્દામાલને જપ્ત કરાયો તપાસ દરમિયાન ટેમ્પોમાંથી અંદાજો 25 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ટેમ્પોના ચાલકને અટકાયતમાં લેવામાં આવ્યો છે. દારૂ સાથે આઇસર ટેમ્પો પણ કબ્જે કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં અંદાજે રૂપિયા 35 લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. કોણ-કોણ સંડોવાયેલા છે તેની તપાસ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી માટે આરોપી અને મુદ્દામાલને અટલાદરા પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બ્રિટનમાં સૌથી જૂની ભારતીય રેસ્ટોરન્ટ પર બંધ થવાનો ખતરો:વીરાસ્વામીની 100 વર્ષ જૂની લીઝ સમાપ્ત, માલિક કોર્ટ પહોંચ્યા
    Next Article
    કોના પાપે કામ વિલંબમાં પડ્યું?:નિમેટા મુખ્ય પાણી લાઈન પ્રોજેક્ટમાં વિલંબ, ટેક્નિકલ અવરોધોને કારણે ખર્ચમાં રૂ. 9.37કરોડનો વધારો; સ્થાયી મંજૂરીની દરખાસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment