Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ શખસનો યુવક પર છરીથી હુમલો કરીને ઢીકાપાટુનો માર માર્યો:ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો, મહુવામાં મિત્રની બાઈક અથડાવવા મુદ્દે માથાકૂટ

    8 hours ago

    ભાવનગરના મહુવા શહેરમાં ગ્રીન લોજ પાસે બાઈક અથડાવાની સામાન્ય બાબતમાં થયેલી માથાકૂટમાં ત્રણ શખ્સોએ 19 વર્ષીય યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવકના બે મિત્રોને પણ માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ આ મામલે મહુવા સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. છરીથી હુમલો કરીને ઢીકાપાટુનો માર માર્યો મહુવા શહેરના વોરાવાડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા 19 વર્ષીય મહંમદ જવાબ મહમદ અબ્બાસ મીઠાણીના મિત્ર અકીલ અબ્બાસની બાઈક સાથે હુસેન અબુભાઈ પાયક નામની વ્યક્તિની બાઈક સામાન્ય અથડાઈ હતી. આ અકસ્માત બાદ મહંમદ જવાબ અને તેના મિત્રો બાઈકની ચાવી બાબતે ગ્રીન લોજ પાસે આવ્યા હતા. ત્યાં બાઈક અથડાવાની ભૂલ સ્વીકારવા છતાં હુસેન ઉર્ફે મેલડી અબુભાઈ પાયકે અપશબ્દો બોલી લાફા મારવાનું શરૂ કર્યું હતું. વાહન સરખું કરાવીને નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી ત્યારબાદ ત્યાં હાજર અન્ય શખ્સો પણ આ વિવાદમાં જોડાયા હતા. હુસેનના દીકરાએ આવીને મહંમદ જવાબનો કાઠલો પકડી, લાફો મારીને તેની સાથળના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. સાથોસાથ આરોપીઓએ ધમકી આપી હતી કે, જો વાહન સરખું કરાવીને નહીં આપે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. આ ઝઘડા દરમિયાન આરોપી રેહાન પાયકે પણ અપશબ્દો બોલી કાઠલો પકડી મારપીટ કરી હતી. 3 શખસ સામે ફરિયાદ નોંધાઈ આ હુમલા સંદર્ભે ઇજાગ્રસ્ત યુવક મહંમદ જવાબ મીઠાણીએ ત્રણ આરોપીઓ – હુસેન ઉર્ફે મેલડી અબુભાઈ પાયક, રેહાન પાયક અને અશફાક (તમામ રહે. મહુવા) વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. મહુવા પોલીસે ફરિયાદના આધારે ત્રણેય શખસ સામે BNS એક્ટની કલમ 118(1), 115(2), 351(2), 352, 296, 54 તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોના પાપે કામ વિલંબમાં પડ્યું?:નિમેટા મુખ્ય પાણી લાઈન પ્રોજેક્ટમાં વિલંબ, ટેક્નિકલ અવરોધોને કારણે ખર્ચમાં રૂ. 9.37કરોડનો વધારો; સ્થાયી મંજૂરીની દરખાસ્ત
    Next Article
    How Xi Jinping Became the Most Powerful Man in the World | China

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment