Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ, પ્રથમ તબક્કામાં 93% મતદાન:મમતા બોલ્યા- SIRના વિરોધમાં બમ્પર વોટિંગ; તમિલનાડુના ઇતિહાસમાં પણ સૌથી વધુ 85% મતદાન

    1 day ago

    પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે રેકોર્ડ વોટિંગ થયું. બંગાળની 294માંથી 152 બેઠકો પર પહેલા તબક્કામાં 92.56% મતદાન થયું. છૂટીછવાઈ હિંસક ઘટનાઓ પણ બની. બે ભાજપ ધારાસભ્યો પર હુમલો થયો. તમિલનાડુની તમામ 234 બેઠકો પર 85.13% વોટિંગ થયું. બંને રાજ્યોમાં આઝાદી પછી અત્યાર સુધીનું સૌથી વધુ વોટિંગ થયું છે. આ પહેલા તમિલનાડુમાં સૌથી વધુ મતદાન 2011માં 78.29% હતું, જ્યારે બંગાળમાં 2011માં 84.72% મતદાન નોંધાયું હતું. મમતાએ વોટિંગ પછી કહ્યું- બંગાળની જનતાએ SIR વિરુદ્ધ બમ્પર વોટિંગ કર્યું છે. ગૃહ મંત્રી શાહે કહ્યું કે TMCનો સૂરજ આથમી ચૂક્યો છે. આ પહેલા આસામ, કેરળ અને પુડુચેરીમાં પણ 9 એપ્રિલે રેકોર્ડ વોટિંગ થયું હતું. આસામના ઇતિહાસમાં સૌથી વધુ 85.91%, પુડુચેરીમાં 90% અને કેરળમાં 1987 પછી સૌથી વધુ 78.27% વોટિંગ થયું હતું. પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ એકસાથે આવશે. તમિલનાડુમાં અત્યાર સુધીમાં 14 વખત ચૂંટણી, આ વખતે રેકોર્ડ મતદાન બંગાળમાં મતદાન દરમિયાન મારામારી-ઝપાઝપી, 3 ઘટનાઓ… બંગાળમાં વોટિંગ દરમિયાન મારામારી-ઝપાઝપી, તસવીરો… પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મતદાન અંગે મિનિટ-ટુ-મિનિટ અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    ઇસ્લામમાં મહિલાઓને મસ્જિદમાં આવવા પર કોઈ રોક નથી:તેઓ ઘરે જ ઇબાદત કરે તે વધુ સારું છે, સબરીમાલા કેસમાં અરજદારની દલીલ
    Next Article
    પૂર્વ વિપક્ષ નેતા અસલમ ખીલજીની જામીન અરજી રદ:ચૂંટણી પ્રચાર માટેની અરજી કોર્ટે ફગાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment