Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ વિપક્ષ નેતા અસલમ ખીલજીની જામીન અરજી રદ:ચૂંટણી પ્રચાર માટેની અરજી કોર્ટે ફગાવી

    14 hours ago

    જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં પૂર્વ વિપક્ષ નેતા અસલમ ખીલજીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજસીટોક ગુના હેઠળ જેલમાં બંધ ખીલજીની ચૂંટણી પ્રચાર અને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટેની વચગાળાની જામીન અરજી સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે રદ કરી છે. અસલમ કરીમ ખીલજીએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની 23 વર્ષની લાંબી કાઉન્સિલર તરીકેની રાજકીય કારકિર્દી છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીના માહોલમાં મતદારોનો સંપર્ક કરવો, પ્રચાર કરવો, પોલિંગ એજન્ટો ગોઠવવા અને મતદાન પ્રક્રિયામાં સામેલ થવું એ લોકશાહી અને મતદારોના હિતમાં જરૂરી છે. આ આધારે તેમણે વચગાળાના જામીન પર મુક્ત થવાની માંગ કરી હતી. જોકે, તપાસ અધિકારી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) એ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. સ્પેશિયલ પી.પી.એ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપી સામે ગુજસીટોક જેવો ગંભીર ગુનો નોંધાયેલો છે. તેમણે ઉમેર્યું હતું કે જો આરોપીને જામીન આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે. પોલીસે રજૂ કરેલી એફિડેવિટમાં પણ આરોપીના ગુનાહિત ઇતિહાસ અને કેસની ગંભીરતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોની દલીલો અને પોલીસની એફિડેવિટને ધ્યાનમાં લીધા બાદ સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે અવલોકન કર્યું કે આરોપીને ચૂંટણી પ્રચાર માટે જામીન પર મુક્ત કરી શકાય નહીં. આથી, કોર્ટે અસલમ ખીલજીની વચગાળાની જામીન અરજી રદ કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણીના સમયે જ જામીન અરજી નામંજૂર થતાં અસલમ ખીલજી અને તેમના સમર્થકોને મોટો ફટકો પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ, પ્રથમ તબક્કામાં 93% મતદાન:મમતા બોલ્યા- SIRના વિરોધમાં બમ્પર વોટિંગ; તમિલનાડુના ઇતિહાસમાં પણ સૌથી વધુ 85% મતદાન
    Next Article
    10 PM Gujarati News LIVE | 10 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment