Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સ્કૂલ - આંગણવાડીના નવીનીકરણમાં હલકી ગુણવતા!:93 શાળાઓ પાછળ અધધ રૂ.39 કરોડનો ખર્ચ : દિવાલોમાં તિરાડ, છતમાં પોપડા પડ્યાનો વિપક્ષ નેતાએ વીડિયો જાહેર કર્યો

    15 hours ago

    રાજકોટ શહેર અને જિલ્લામાં ચારથી પાંચ દાયકા પહેલા બનેલી સરકારી પ્રાથમિક શાળાઓનું ડિમોલિશન કરી ત્યાં નવા બિલ્ડીંગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ શહેરમાં 7 સરકારી પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગ અને 17 શાળાઓમાં નવા ઓરડા બનાવવા પાછળ રૂ.9.76 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લામાં એટલે કે 11 તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 69 શાળાના 226 ઓરડાના નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ બાંધકામ પાછળ અત્યાર સુધીમાં રૂ.29.39 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 93 શાળાઓ માટે રૂ.39,15,05,000 નો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતું બાંધકામ નબળુ થતું હોવાની જિલ્લા પંચાયતના સભ્ય એવા આમ આદમી પાર્ટીના મહિલા આગેવાને આંગણવાડી અને સ્કૂલની સ્થળ વિઝીટ કરી ત્યાં નબળી ગુણવત્તાનું કામ થતું હોવાના આક્ષેપ સાથેનો વિડીયો જાહેર કર્યો છે. આ મામલે જિલ્લા પંચાયતના શાસકો દ્વારા યોગ્ય તપાસ કરવામા આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા આરતીબેન જેતાણીએ જણાવ્યું હતું કે, આજે અમે નવી બનેલી આંગણવાડી અને નવી બે શાળામાં નવા બે વર્ગખંડ બને છે ત્યાં આવ્યા છીએ.આ બંનેમાં હલકી ગુણવત્તાનું કામ થયું છે. કુદરતી રેતીને બદલે બજર જેવી રેતીનો ઉપયોગ કરવામાં આવેલો છે અને પથ્થર સાવ નબળી ગુણવત્તાના વાપરવામાં આવ્યા છે.જે આંગણવાડી બની છે એમાં કલરકામ થઈ ગયું છે છતાં ભેજ આવે છે. છતમાં પોપડા પડી ગયા છે. જેથી મારી ડીડીઓ અને પ્રમુખને એટલી જ વિનંતી છે કે જ્યાં જ્યાં કામ ચાલુ છે અને જ્યાં કામ થઈ ગયા છે ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરી અને જિલ્લા પંચાયતના સદસ્યો તથા તાલુકા પંચાયતના સદસ્યોને પણ આદેશ કરે કે ત્યાં વિઝિટ કરી અને જો સારું કામ થતું હોય તો કંઈ પ્રોબ્લેમ નથી પણ નબળી ગુણવત્તાનું કામ થતું હોય તો એને અટકાવી અને એની પાછળ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત એન્જિનિયર રેગ્યુલર વિઝિટ કરે તેઓ આવે તો એને ખબર પડે ને કે કેવું કામ થાય છે. જ્યાં જ્યાં કામ ચાલુ છે ત્યાં એને એસ્ટીમેટ પણ આપવામાં નથી આવ્યું કે કઈ રીતે કામ કરવું ને કેવું કામ કરવું. એટલે મારી એટલી જ વિનંતી છે કે આ કામ સારું થાય. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 7 પ્રાથમિક શાળાઓના 49 ઓરડા નવા બનાવવામાં આવી રહ્યા છે. જે માટે રૂ.6,83,55,000 નો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે 17 શાળાઓના 195 ઓરડાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જેનો ખર્ચ રૂ.2,92,50,000 થયો છે. જ્યારે 1 શાળામાં 2 ઓરડાના સમારકામ માટેની દરખાસ્ત કરવામાં આવી છે. અત્યારસુધીમાં રૂ.9,76,05,000 નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાની 69 શાળાના 226 ઓરડાના નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે. શાળાના એક રૂમ પાછળ સરેરાશ રૂ.13 થી 14 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાની 141 પ્રાથમીક શાળાના 988 ઓરડાના સમારકામના ટેન્ડર આપવામાં આવ્યા છે. આ તમામ કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યા છે. જ્યાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભણી રહ્યા હોય ત્યાં બનાવવામાં આવેલ નવા રૂમ તકલાદી હોવાનો જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ તેની તપાસ કરવામાં આવતી નથી.
    Click here to Read More
    Previous Article
    દાતા-અંબાજી માર્ગ પર આદેશ સેવા કેમ્પમાં શાહી ભોજન:લગ્ન સમારંભ જેવી ઝાકઝમાળ અને બાઉન્સર્સ સાથે પદયાત્રીઓને VVIP સેવા
    Next Article
    હંસપુરામાંથી અમેરિકાના લોકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું:બેંક વકીલની ખોટી ઓળખ આપી છેતરતાં, 200થી વધુ લોકોને ઠગ્યા; 2 યુવતી સહિત 7ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment