Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હંસપુરામાંથી અમેરિકાના લોકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું:બેંક વકીલની ખોટી ઓળખ આપી છેતરતાં, 200થી વધુ લોકોને ઠગ્યા; 2 યુવતી સહિત 7ની ધરપકડ

    19 hours ago

    અમદાવાદના હંસપુરામાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર નરોડા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. અમેરિકન નાગરિકોના બેન્ક એકાઉન્ટનો ડેટા મેળવીને બેંકના વકીલ હોવાની ખોટી ઓળખ આપી લોન સેટલમેન્ટ કરવાના બહાને ઈ-મેલ કરતા હતા. જો કોઈપણ વ્યક્તિ રીપ્લાય આપે તો સસ્તામાં લોન સેટલમેન્ટ કરવાની લાલચ આપી ક્રેડિટ કાર્ડની વિગત મેળવીને અમેરિકન નાગરિકના બેંક ખાતામાંથી પૈસા કાપીને બિટકોઈન સ્વરૂપે મેળવી ભારતીય નાણામાં રૂપાંતરિત કરી દેતા હતા અને આંગડિયા પેઢીથી પૈસા મેળવી લેતા હતા. બે યુવતી સહિત સાત લોકોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના નામ 200થી વધુ લોકો સાથે ઠગાઈ, 38 લાખની છેતરપિંડી ઝોન 4 DCP અતુલ બંસલે કહ્યું હતું કે, આરોપી જીગ્નેશ અગાઉ કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યો છે અને બાકીના લોકોને તેણે 10,000 રૂપિયા માસિક પગાર ઉપર નોકરીએ રાખ્યા હતા. છેલ્લા પાંચથી છ મહિનાથી આ કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. ‘મુખ્ય આરોપીની ટેલિગ્રામથી લીડ મેળવવામાં આવી હતી. અગાઉ શરૂઆતમાં ડેટા એન્ટ્રીનું કામ શરૂ કરાયું હતું, જોકે તેમાં તેની સાથે છેતરપિંડી થઈ હતી. ત્યારબાદ તેણે યુવક યુવતીને નોકરી પર રાખીને કોલ સેન્ટર શરૂ કરી દીધું હતું. બે યુવતીમાંથી એક યુવતી તેની બહેન છે. અંદાજિત 10 લાખ લોકોને તેણે બલ્ક મેસેજ કર્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો ભોગ બની ચૂક્યા છે અને રૂ.38 લાખની છેતરપિંડી કરાઈ હોઈ શકે છે. ટેલિગ્રામના ગ્રુપ અને ક્રિપ્ટો કરન્સીના જે વોલેટ મળ્યા છે, તેની તપાસ કરવામાં આવશે અને મુખ્ય આરોપી સુધી પહોંચવાની તજવીજ આગળ કરાશે.’ જીગ્નેશ ઝાલાહર દુકાનમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હતો નરોડા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ કોટડીયાને બાતમી મળી હતી કે હંસપુરા સાહિત્ય આર્કેડના પ્રથમ માળે આવેલી દુકાનમાં જીગ્નેશ ઝાલાહર નામનો યુવક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. જેના આધારે નરોડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનમાં ચાર અલગ અલગ ટેબલો રાખીને તેની ઉપર બે યુવતીઓ સહિત સાત લોકો લેપટોપ પર બેસીને કામ કરી રહ્યા હતા. પોલીસે તપાસ કરતા લેપટોપમાં એક વેબસાઈટમાં લોગીન કરીને કામગીરી કરતા હતા. બેંકના વકીલની ઓળખ આપીને સસ્તામાં લોન સેટલમેન્ટ કરવાના સ્ક્રિપ્ટેડ મેસેજ કરતાં જીગ્નેશ દ્વારા તમામ લોકોને અમેરિકન નાગરિકોનો ઇમેલ એડ્રેસનો ડેટા આપવામાં આવ્યો હતો, જેમાં બેંકના વકીલ હોવાની ઓળખ આપીને સસ્તામાં લોન સેટલમેન્ટ કરવાના સ્ક્રિપ્ટેડ મેસેજ મોકલવામાં આવતા હતા. જો કોઈ મેસેજ નો રીપ્લાય આપવામાં આવતો આગળ જીગ્નેશ દ્વારા વાતચીત કરવામાં આવતી હતી. સસ્તામાં લોન સેટલમેન્ટ કરવા લલચાવી તેઓના ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ વિગત મેળવતો હતો. ટેલિગ્રામ અને વોટ્સએપ એપ્લિકેશન મારફતે અલગ અલગ વેન્ડરને મોકલી અને નક્કી કરેલી રકમ અમેરિકન નાગરિકોના બેંક ખાતામાંથી કાપતા હતા. બિટકોઈન સ્વરૂપે મેળવીને ભારતીય નાણામાં રૂપાંતરિત કરી દેતા જેમાંથી 50 ટકા રકમ જીગ્નેશના ટ્રસ્ટ વોલેટ એપ્લિકેશનના વોલેટ આઈડી પર બિટકોઈન મારફતે આપવામાં આવતી હતી. ત્યારબાદ ટેલિગ્રામ ગ્રુપનો સંપર્ક કરી બિટકોઈને ભારતીય રકમમાં રૂપાંતરિત કરી આંગળીયા પેઢી મારફતે પૈસા મેળવી લેતો હતો. અલગ અલગ યુઝર સાથે તેણે વાતચીત કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સાત લેપટોપ, આઠ મોબાઈલ ફોન સહિતનો 2.60 લાખનો મુદ્દામાલ કબજે કરી કોની પાસેથી ડેટાની લીડ મેળવી અને અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સ્કૂલ - આંગણવાડીના નવીનીકરણમાં હલકી ગુણવતા!:93 શાળાઓ પાછળ અધધ રૂ.39 કરોડનો ખર્ચ : દિવાલોમાં તિરાડ, છતમાં પોપડા પડ્યાનો વિપક્ષ નેતાએ વીડિયો જાહેર કર્યો
    Next Article
    સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતે 73 લાખના ખર્ચે જેટીંગ મશીનોનું લોકાર્પણ કર્યું:ચુડા, સાયલા અને લખતર તાલુકામાં ગટર સફાઈને વેગ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment