Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતની મોટી ડિપ્લોમેટિક જીત:92,700 ટન LPG સાથે 2 જહાજ હોર્મુઝ પાર કરી કચ્છના કાંઠે પહોંચશે

    10 hours ago

    પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિ અને દરિયાઈ વેપાર પર મંડરાતા ગંભીર જોખમો વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે વિદેશ મંત્રાલયે અત્યંત મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસોના પરિણામે, કુલ 92,700 મેટ્રિક ટન LPG (રાંધણ ગેસ) ભરેલા બે વિશાળ ભારતીય જહાજો - ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ - વિશ્વના સૌથી જોખમી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માંથી કોઈપણ અડચણ વિના સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે. આ બંને જહાજો હવે કચ્છના મુન્દ્રા અને કંડલા બંદર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, “સંઘર્ષની શરૂઆતથી જ ભારતે તણાવ ઘટાડવા અને સંવાદ દ્વારા ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે. વસ્તુઓ અને ઊર્જાની નિર્બાધ અવરજવર સુનિશ્ચિત કરવી એ ભારતની પ્રાથમિકતા છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત ખાડી દેશો, ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ સહિતના તમામ પ્રમુખ પક્ષો સાથે રાજકીય અને કૂટનીતિક સ્તરે સતત સંપર્કમાં છે. 16-17 માર્ચે બંને જહાજ મુન્દ્રા, કંડલામાં લાંગરશે લેટેસ્ટ મરીન ટ્રેકિંગ ડેટા અને રિપોર્ટ્સ અનુસાર જહાજ ‘શિવાલિક’ 7 માર્ચે કતારથી નીકળ્યું હતું. 16 માર્ચે સવારે મુન્દ્રા પહોંચે તેવી સંભાવના છે. આ સાથે જહાજ ‘નંદા દેવી’ 1 માર્ચે રવાના થયેલું આ જહાજ હાલ ઓમાન-પાકિસ્તાન કોસ્ટ નજીકથી પસાર થઈ રહ્યું છે અને 17 માર્ચે રાત્રે કંડલાના દીનદયાળ પોર્ટ પહોંચશે.જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો છે. જેથી તે મુન્દ્રા અને કંડલા બંદરે આગામી દિવસોમાં લાંગરશે. કંડલા અને મુન્દ્રા બંદરોએ તૈયારીઓ શરૂ કરી કચ્છના દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પોર્ટ મુન્દ્રા દ્વારા આ બંને જહાજોના આગમનને લઈને તમામ લોજિસ્ટિક તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જહાજ લાંગરતાની સાથે જ ગેસનો જથ્થો સુરક્ષિત રીતે ઓફલોડ કરી તેને દેશના અન્ય ભાગોમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઇન્ડિયન નેવી એક્શન મોડમાં લેટેસ્ટ સેટેલાઇટ ટ્રેકિંગ અને સત્તાવાર અપડેટ અનુસાર ભારતીય નૌકાદળના 3 યુદ્ધજહાજો ગલ્ફ ઓફ ઓમાનમાં પહોંચી ગયા છે. મુન્દ્રા આવી રહેલા LPG ટેન્કર ‘શિવાલિક’ ને હાલમાં ઇન્ડિયન નેવીના આ યુદ્ધજહાજો દ્વારા કડક સુરક્ષા વચ્ચે એસ્કોર્ટ કરવામાં આવી રહ્યું છે. કંડલા આવી રહેલું બીજું ભારતીય જહાજ ‘નંદા દેવી’ પણ ગલ્ફ ઓફ ઓમાનથી પોતાનો માર્ગ બદલીને નૌકાદળના આ સુરક્ષા કાફલામાં જોડાવા માટે આગળ વધી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:9 સરકારી યુનિ.માં રજીસ્ટ્રારોની નિમણૂક વિવાદમાં: લાયકાત, અનુભવ મુદ્દે સવાલો
    Next Article
    કેનાલ બની યુવકો માટે સ્વિમિંગ પૂલ:પીવાના પાણીની કેનાલમાં યુવકોની ડૂબકી, સ્વાસ્થ્ય માટે જોખમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment