Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ટ્રકમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો:924 બોટલ અને 2616 બીયર ટીન જપ્ત; ધ્રાંગધ્રાનો પ્રતીક સોલંકી પકડાયો, ટ્રકમાલિક ધ્રુવ પરમાર ફરાર

    3 days ago

    મોરબી તાલુકા પોલીસે બેલા રંગપર ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર સામે દરોડો પાડી વિદેશી દારૂ અને બીયર ભરેલો મહિન્દ્રા ટ્રક પકડ્યો હતો. પોલીસે કુલ રૂ. ૧૮,૧૬,૩૯૬નો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક આરોપીની અટકાયત કરી હતી. ટ્રકમાલિક ફરાર થયો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. મહિન્દ્રા ટ્રક નંબર જીજે-૨૫-યુ-૮૪૧૧માંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની ૯૨૪ બોટલ મળી હતી. તેની કિંમત રૂ. ૮,૮૩,૩૯૬ હતી. બીયરના ૨,૬૧૬ ટીનની કિંમત રૂ. ૩,૨૭,૦૦૦ હતી. પોલીસે દારૂ-બીયર ઉપરાંત રૂ. ૧૦ લાખની કિંમતનો ટ્રક અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૮,૧૬,૩૯૬નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રક પાસે હાજર બે શખ્સોમાંથી મોરબીનો ધ્રુવભાઈ પરમાર અંધારાનો લાભ લઈને ભાગી ગયો હતો. પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, ખરાવળ-હરિપર રોડના રહેવાસી પ્રતીકભાઈ જીવાભાઈ સોલંકી (ઉંમર ૩૦)ને પકડ્યો હતો. પૂછપરછમાં તેણે જણાવ્યું કે ધ્રુવ પરમાર ટ્રકનો માલિક છે અને દારૂનો જથ્થો વેચાણ માટે મોકલવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ અને તપાસમાં સામે આવે તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવી સિવિલના ડૉ. હર્ષ પંડ્યા આપઘાત-રેગિંગ કેસમાં ડૉ. નિરાલીની ધરપકડ:ચારેય આરોપીઓ પોલીસ સકંજામાં, 16 દિવસ પહેલા ડો.અનુજ મહેશ્વરી ઝડપાયો હતો
    Next Article
    મંડપ સર્વિસના ગોડાઉનમાં લાગેલી આગથી 1 કરોડનું નુકસાન:રાજકોટમાં Z ઇવેન્ટના ગોડાઉનમાં આગની ઘટના, ફાઈબરના સેટ-અપ, ઈજીપ્ત- ચાઈના અને રોમન થીમ બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment