Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડપ સર્વિસના ગોડાઉનમાં લાગેલી આગથી 1 કરોડનું નુકસાન:રાજકોટમાં Z ઇવેન્ટના ગોડાઉનમાં આગની ઘટના, ફાઈબરના સેટ-અપ, ઈજીપ્ત- ચાઈના અને રોમન થીમ બળીને ખાખ

    3 days ago

    રાજકોટમાં જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી પાસે, ભરત ઓઈલ મિલ (સમર્થ પેકેજિંગ ગોડાઉન) ખાતે આવેલા ઝેડ ઇવેન્ટના મંડપ સર્વિસ અને ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ગોડાઉનમાં ફાઈબરના સેટ-અપ, ફાઈબરની મંદિર થીમ, ઈજીપ્ત થીમ, ચાઈના થીમ, રોમન થીમ તેમજ અન્ય ફાઈબરનો સામાન અને પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં મોજૂદ હતો. જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની આ ઘટનામાં રૂ. 1 કરોડનું નુકસાન થયું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ગતરોજ ગોડાઉનમાં આગ લાગી હતી ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જાણવા જોગ વિગત મુજબ, રાજકોટના અરજદાર જયેશ સુભાષ મકાતીના મોટા બાપાના દીકરા ધર્મેશ કિશોર મકાતીનું આ ગોડાઉન છે. ગઇકાલે તારીખ 28/10/2025 ના રોજ સાંજના 7:00 વાગ્યાની આસપાસ અરજદાર મોરબી ખાતે હતા, ત્યારે ગોડાઉનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભીમજી મુકેશ પરમારનો ફોન આવ્યો હતો. તેમણે ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ કરી હતી, જેથી અરજદાર તુરંત ત્યાં દોડી આવ્યા હતા. ગોડાઉનમાં રહેલો તમામ સરસમાન બળીને ખાખ થયો આગની આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ રામાપીર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર જવાનોની સમયસૂચકતા અને ભારે જહેમતને કારણે આગ આસપાસના વિસ્તારમાં વધુ ફેલાતી અટકી હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થયાના સમાચાર નથી, પરંતુ આગને કારણે ગોડાઉનમાં રહેલો તમામ સરસમાન બળીને ખાખ થઈ ગયો હતો. કચરામાં લાગેલી આગ ગોડાઉનમાં પ્રસરી ગઈ પોલીસમાં નોંધાયેલી વિગતો અનુસાર, ગોડાઉનની દીવાલની પૂર્વે સાઈડ આવેલી દીવાલ પાસે સનસીટી બેગના ગોડાઉન બહાર શેરીની દીવાલ પાસે બેગના કચરામાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. કચરામાંથી લાગેલી આ આગ ગોડાઉનમાં પ્રસરી જતા અંદર રહેલો તમામ મંડપ સર્વિસનો કિંમતી સામાન સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આ ઘટનામાં અંદાજે રૂ. 1 કરોડ જેટલું માતબર આર્થિક નુકસાન થયાનું અરજદારે જણાવ્યું છે. હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PSI એ.બી.ઝાલા દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ટ્રકમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો:924 બોટલ અને 2616 બીયર ટીન જપ્ત; ધ્રાંગધ્રાનો પ્રતીક સોલંકી પકડાયો, ટ્રકમાલિક ધ્રુવ પરમાર ફરાર
    Next Article
    Hong Kong Sixes 2026: Schedule, Live Streaming & Match Timings In India, Squads And More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment