Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લો 92.27% પરિણામ સાથે રાજ્યમાં અગ્રેસર:ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર; 89.41% સાથે સુરેન્દ્રનગર કેન્દ્ર મોખરે

    11 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-2024માં લેવાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું સરેરાશ પરિણામ 84.33 ટકા નોંધાયું છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાએ 92.27 ટકા સાથે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. આ પરિણામ રાજ્યના સરેરાશ કરતાં 7.94 ટકા વધુ છે, જે જિલ્લાની શૈક્ષણિક ગુણવત્તા દર્શાવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1192 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. તેમાંથી 1190 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પરીક્ષાર્થીઓ પૈકી કુલ 1098 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે, જ્યારે 94 વિદ્યાર્થીઓને પરિણામ સુધારણાની જરૂરિયાત જણાઈ છે. કેન્દ્રવાર પરિણામો જોઈએ તો, જિલ્લાના મુખ્ય મથક સુરેન્દ્રનગર કેન્દ્રમાં 1022 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 1021 વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને 952 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. આ કેન્દ્રનું પરિણામ 93.24 ટકા નોંધાયું છે. ધ્રાંગધ્રા કેન્દ્રએ 96.34 ટકા પરિણામ સાથે જિલ્લામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જ્યાં 82માંથી 79 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. ગ્રેડવાર પરિણામની વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 20 વિદ્યાર્થીઓએ 'A1' ગ્રેડ મેળવી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત, 185 વિદ્યાર્થીઓએ 'A2' ગ્રેડ, 237 વિદ્યાર્થીઓએ 'B1', 256 વિદ્યાર્થીઓએ 'B2', 221 વિદ્યાર્થીઓએ 'C1', 158 વિદ્યાર્થીઓએ 'C2' અને 21 વિદ્યાર્થીઓએ 'D' ગ્રેડ મેળવ્યો છે. કુલ 205 વિદ્યાર્થીઓએ 'A1' અને 'A2' ગ્રેડ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજ્યવ્યાપી પ્રદર્શનની દ્રષ્ટિએ સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના અગ્રણી જિલ્લાઓમાં સ્થાન પામ્યો છે. 92.27 ટકા જેવી ઊંચી સફળતાની ટકાવારી દર્શાવે છે કે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની સુવિધાઓ અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ મજબૂત બની રહ્યા છે. જિલ્લાની આ ઝળહળતી સફળતા પાછળ શાળા સંચાલકો, કર્મનિષ્ઠ શિક્ષકો અને વાલીઓનો સહિયારો પુરુષાર્થ રહેલો છે. જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા પરીક્ષા પ્રક્રિયા દરમિયાન કરવામાં આવેલ સચોટ આયોજન, ડિજિટલ મોનીટરીંગ અને CCTV સુરક્ષા વ્યવસ્થા જેવી ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને તણાવમુક્ત બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ કેન્દ્રો પરથી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું વિશ્લેષણ અને રાજ્ય સ્તરના પરિણામની સરખામણી પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર કેન્દ્રમાં કુલ 888 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 794 ઉત્તીર્ણ થયા છે. આ કેન્દ્રનું પરિણામ 89.41% નોંધાયું છે, જે જિલ્લામાં સૌથી વધુ છે. ધ્રાંગધ્રા કેન્દ્રમાં 286 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી 241 ઉત્તીર્ણ થયા છે. આ કેન્દ્રનું પરિણામ 84.27% રહ્યું છે. લીંબડી કેન્દ્રમાં 186 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 128 ઉત્તીર્ણ થયા છે. આ કેન્દ્રનું પરિણામ 68.82% નોંધાયું છે. વઢવાણ કેન્દ્રમાં સૌથી વધુ 1,326 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 1,144 ઉત્તીર્ણ થયા છે. આ કેન્દ્રનું પરિણામ 86.27% રહ્યું છે. સમગ્ર રાજ્યના સ્તરે, ગુજરાતી માધ્યમ (જેમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે) અને અંગ્રેજી માધ્યમના પરિણામની ટકાવારી પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32% અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13% રહ્યું છે. રાજ્ય સ્તરે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના પરિણામની સરખામણીમાં વિદ્યાર્થિનીઓનું પ્રદર્શન ચડિયાતું રહ્યું છે. કુલ 52,548 વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી, જેમાંથી 44,482 ઉત્તીર્ણ થઈ છે, તેમનું પરિણામ 84.65% છે. જ્યારે, કુલ 58,542 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 49,196 ઉત્તીર્ણ થયા છે. તેમનું પરિણામ 84.04% નોંધાયું છે. આમ, રાજ્ય સ્તરે વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું પરિણામ 0.61% જેટલું ઊંચું રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    લખનઉ આવી રહેલી ફ્લાઇટનું ભોપાલમાં ઇમરજન્સી લેન્ડિંગ:યુપીના બંને ડેપ્યુટી CM સવાર હતા; વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ડાયવર્ટ કરાઈ
    Next Article
    ગાંધીનગર જિલ્લાનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.82% પરિણામ:43 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો, માણસા કેન્દ્રમાં 89.63 % પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment