Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર જિલ્લાનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.82% પરિણામ:43 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો, માણસા કેન્દ્રમાં 89.63 % પરિણામ

    8 hours ago

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું 84.33 % પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લાનું 82.82 ટકા પરિણામ જાહેર કરાયું છે. જીલ્લામાં 4 હજાર 504 વિદ્યાર્થીઓમાંથી 4 હજાર 493 વિદ્યાર્થીઓએ ધોરણ - 12 સાયન્સની પરીક્ષા આપી હતી. જેમાં A - 1 ગ્રેડ માત્ર 43 વિધાર્થીઓ જ હાંસલ કર્યો છે. ઓવરઓલ ગાંધીનગર જિલ્લાનું 82.82 ટકા પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સત્તાવાર રીતે ધોરણ - 12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહનું એકસાથે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ દરમ્યાન યોજવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લામાં 4504 વિધાર્થીઓ નોંધાયેલ હતા. જેની સામે 4493 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી A 1 ગ્રેડ માત્ર 43 વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો છે. જ્યારે A2- 423, B1-750, B2-839, C1-890, C2-650, D-125 તેમજ E1-1 વિદ્યાર્થીઓએ ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે ઇમ્પ્રૂવમેન્ટ જરૂરિયાત વાળા (NI) 783 વિધાર્થીઓ છે. આમ ઓવરઓલ ગાંધીનગર જિલ્લાનું 82.82 ટકા પરિણામ આવ્યું છે. માણસા કેન્દ્રમાં 89.63 % પરિણામ બીજી તરફ ગાંધીનગર જિલ્લાના કેન્દ્રોની ઉપર નજર કરીએ ગાંધીનગર ઉત્તર કેન્દ્રમાં 3272 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC - 2723, NI - 552 મળીને 83.22 ટકા પરિણામ આવ્યું છે. કલોલ કેન્દ્રમાં 477 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC - 390, NI - 87 મળીને 81.76 % પરિણામ કલોલ કેન્દ્રનું રહ્યું છે. જ્યારે માણસા કેન્દ્રમાં 135 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC - 121, NI - 14 મળીને 89.63 % પરિણામ સત્તાવાર રીતે જાહેર કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લો 92.27% પરિણામ સાથે રાજ્યમાં અગ્રેસર:ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર; 89.41% સાથે સુરેન્દ્રનગર કેન્દ્ર મોખરે
    Next Article
    In emergency room trials, Harvard study finds AI outperformed doctors with 67% accuracy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment