Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રાહુલ ગાંધી પાગલ છે', મુંદ્રામાં આસામના CMનું નિવેદન:હેમંત બિસ્વાએ કહ્યું-તેનો ચહેરો જુઓ, ક્યારેક ક્લિન તો ક્યારે દાઢીવાળો, તેને હું આખો પાગલ માનું છું

    1 day ago

    આજે ગાંધીધામમાં પધારેલા આસામના મુખ્યમંત્રી તેમજ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા હેમંત બિસ્વા સરમાએ ફરી એક વાર રાહુલ ગાંધીને પાગલ કહ્યા છે. કંડલા પોર્ટ ખાતે ગુજરાત સરકાર, આસામ સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઈ-મિથેનોલ પ્લાન્ટના ભૂમિપૂજન બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હેમંત બિસ્વા સરમાએ આ અગાઉ પણ રાહુલ ગાંધીને જાહેરમાં પાગલ કહ્યું છે. હું રાહુલ ગાંધીને આખો પાગલ માનું છું : હેમંત બિસ્વા સરમા પત્રકાર પરિષદમાં એક પત્રકારે સવાલ પૂછ્યો હતો કે રાહુલ ગાંધીએ વોટચોરીનો આરોપ લગાવ્યો છે, જો કે આ પત્રકારનો આખો સવાલ પૂરો થાય એ પહેલા જ મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું, “એ તો પાગલ છે, તમે એક પાગલ ઉપર નિવેદન આપવાનું મને શું કામ કહી રહ્યાં છો? હું રાહુલ ગાંધીને એક પાગલ માનું છું. તમે એનો ચહેરો જુઑ, ક્યારેક દાઢી તો ક્યારેક ક્લીનશેવ. ક્યારેક દેશમાં હશે તો ક્યારેક વિદેશમાં હશે. તો એ વ્યક્તિને હું આખો પાગલ માનું છું અને એના પણ નિવેદન કરીને કોઈ ફાયદો નથી.” અગાઉ કહ્યું હતું, ‘રાહુલ ગાંધી પાગલ હતા, પાગલ છે અને પાગલ જ રહેશે’ ગયા મહિને CM હિમંતે 'મનુસ્મૃતિ' અંગેની ટીકા બદલ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી હિંદુ ધર્મને નિશાન બનાવવા અને તેને બદનામ કરવા માટે મહિલાઓના અધિકારોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. CM હિમંતે કહ્યું કે રાહુલ ગાંધી એક પાગલ વ્યક્તિ છે અને હંમેશા પાગલ જ રહેશે. તેમણે રાહુલને પડકાર ફેંકતા કહ્યું કે જો તેઓ ખરેખર લિંગ સમાનતામાં માનતા હોય, તો તેમણે યુનિફોર્મ સિવિલ કોડનું બિનશરતી સમર્થન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું, "રાહુલ ગાંધી પાગલ છે; પાગલ હતા અને પાગલ જ રહેશે. રાહુલ ગાંધી વિશે શું કહેવું? તે વારંવાર ચૂંટણી હારે છે, થોડો સમય હોબાળો મચાવે છે અને મીડિયા દ્વારા તેમને પ્રચાર મળે છે. ત્યારબાદ તેઓ ફરી ચૂંટણી હારે છે અને વિદેશ જતા રહે છે. પાગલ વ્યક્તિ વિશે શું ચર્ચા કરવી?" ગાંધીધામમાં બનનારા 150 TDP ક્ષમતાના ઈ-મિથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આજે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી. કંડલા એરપોર્ટ ખાતે કલેક્ટર અનિલ રાણાવસિયા, દીનદયાલ પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંઘ અને પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ગાંધીધામના ડીપીએ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે 150 ટીપીડી ક્ષમતાના ઈ-મિથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન થયું. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. અંદાજે 2300 કરોડના મૂડીરોકાણ સાથે કંડલા ખાતે સ્થાપિત થનાર આ 150 ટન પ્રતિ દિવસ ક્ષમતાનો અદ્યતન ઈ-મિથેનોલ પ્લાન્ટ સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ પુરવાર થશે. દૈનિક 150 ટન સ્વચ્છ ગ્રીન ફ્યુઅલનું ઉત્પાદન દરિયાઈ શિપિંગ ક્ષેત્રે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સાથે આયાતી ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતાને ઘટાડામાં મદદરૂપ બનશે.‌ ગ્રીન વિઝન સાથે આ ઔદ્યોગિક એકમના કાર્યાન્વિત થવાથી સમગ્ર ગુજરાત સહિત કચ્છની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળશે. આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે 3500થી વધુ રોજગારીની સુવર્ણ તકોનું સર્જન થશે. જેના લીધે સ્થાનિક યુવાનો, એન્જિનિયરો, ટેક્નિકલ વર્કફોર્સ ઉપરાંત લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓ અને શ્રમિકો માટે આજીવિકાના યોગ્ય અવસરો ઉપલબ્ધ બનશે. આ પ્રોજેક્ટ ભારત સરકારના ગ્રીન પોર્ટ્સ, ટકાઉ દરિયાઈ પરિવહન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.‌
    Click here to Read More
    Previous Article
    'Gen Z Humbled By Housing Prices': Man, 25, Earning Rs 1.8 Lakh Monthly Says He Can't Afford Buying Apartment
    Next Article
    યુટ્યુબરના ઘરમાં 1 કરોડની ચોરી:સોશિયલ મીડિયા પર અવારનવાર દાગીના-પૈસાનો દેખાડો કરતી, ગેસ કટરથી દરવાજો કાપીને સોનું ચોર્યું; રીલ્સ જોઈને ચોરોએ બનાવ્યો પ્લાન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment