Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: વલસાડ જિલ્લમાં આવતીકાલે મતદાન:9.21 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

    10 hours ago

    જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી માટેનો રાજકીય માહોલ ગરમાયો છે. આવતીકાલે યોજાનારા મતદાન પહેલાં, વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 8000થી વધુ ચૂંટણી કર્મચારીઓનો કાફલો ચૂંટણી સામગ્રી અને EVM સાથે કડક સુરક્ષા વચ્ચે પોતાના મતદાન મથકો તરફ રવાના થયો હતો. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વાપી મહાનગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકાની બેઠકો માટે મતદાન થશે. જિલ્લાભરમાં કુલ 9.21 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પહેલાં કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. હવે બાકી રહેલી બેઠકો પર જ રસાકસી જામશે. જિલ્લા પંચાયતની 36માંથી 4 બેઠકો બિનહરીફ થતાં 32 બેઠકો પર મતદાન થશે. તાલુકા પંચાયતની 150માંથી 12 બેઠકો બિનહરીફ થતાં 138 બેઠકો પર મતદાન થશે. વાપી મહાનગરપાલિકાની 52માંથી 1 બેઠક બિનહરીફ થતાં 51 બેઠકો પર અને ઉમરગામ નગરપાલિકાની 28માંથી 8 બેઠકો બિનહરીફ થતાં 20 બેઠકો પર મતદાન યોજાશે. જિલ્લામાં કુલ 1157 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમાંથી 54 મથકોને અતિ સંવેદનશીલ અને 227 મથકોને સંવેદનશીલ તરીકે જાહેર કરાયા છે. આ સંવેદનશીલ મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સતત મોનિટરિંગ કરવામાં આવશે. ચૂંટણી નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના દળો, પેટ્રોલિંગ અને ચેકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આવતીકાલે સવારે મતદાન શરૂ થતા જ મતદારો EVM મારફતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. લોકશાહીના આ મહાપર્વને લઈ જિલ્લાભરમાં ઉત્સાહ અને આતુરતાનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં મતદારો ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરશે.
    Click here to Read More
    Previous Article
    રેન્જ IG નિર્લિપ્ત રાય જામનગર ચૂંટણી સુરક્ષા સંભાળશે:સંવેદનશીલ વિસ્તારોમાં ભયમુક્ત મતદાન માટે ખુદ પેટ્રોલિંગ કરશે
    Next Article
    કુમાર મંગલમ્ બિરલાને હાઇકોર્ટની નોટિસ:ગ્રાહકોને ટેલિફોન ડિરેક્ટરી અને આઈટમાઈઝ્ડ બિલ ન પૂરા પાડવાનો આરોપ, VIનું લાયસન્સ રદ કરવા વડોદરાના શખસની અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment