Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમાર મંગલમ્ બિરલાને હાઇકોર્ટની નોટિસ:ગ્રાહકોને ટેલિફોન ડિરેક્ટરી અને આઈટમાઈઝ્ડ બિલ ન પૂરા પાડવાનો આરોપ, VIનું લાયસન્સ રદ કરવા વડોદરાના શખસની અરજી

    10 hours ago

    ગુજરાત હાઈકોર્ટે વોડાફોન આઈડિયાના પ્રમોટર કુમાર મંગલમ બિરલા અને કંપનીના પદાધિકારી બલેશ શર્માને નોટિસ પાઠવી છે. આ નોટિસ ટેલિકોમ સેવા પ્રદાતા દ્વારા તેના ગ્રાહકોને ટેલિફોન ડિરેક્ટરી અને આઈટમાઈઝ્ડ બિલ ન પૂરા પાડવા બદલ તેમનું લાયસન્સ રદ કરવાની માંગ કરતી અરજીના જવાબમાં આપવામાં આવી છે. ટેલિફોન ડિરેક્ટરી અને આઈટમાઈઝ્ડ બિલ ન પૂરા પાડવાનો આરોપ વડોદરાના રહેવાસી વાસુદેવ ઠક્કરે વર્ષ 2023માં આ અરજી કરી હતી. જેમાં તેને ટેલિકોમ વિભાગને ખાનગી ટેલિકોમ કંપનીનું લાયસન્સ રદ કરવા સહિતના વિવિધ નિર્દેશો આપવા હાઈકોર્ટને વિનંતી કરી છે. અરજદારે આરોપ લગાવ્યો છે કે તેમના મોબાઈલ ફોનની સેવા પૂરી પાડતી કંપની વોડાફોન આઈડિયા ગ્રાહકોને આઈટમાઈઝ્ડ બિલ આપવા અને તેમના માટે ડિરેક્ટરી ઉપલબ્ધ કરાવવાના ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા- TRAIના આદેશનું પાલન કરતી નથી. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, તેમણે ઘણી વખત સેવા પ્રદાતાને આ બાબતે વિનંતી કરી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. અધિકારીઓને અનેકવાર રજૂઆતો ને અંતે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા કોર્ટ સમક્ષ અરજદાર વાસુદેવ ઠક્કરે રજૂઆત કરી હતી કે, તેમણે લાયસન્સ અને તેની શરતોના ભંગ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનના અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરી હતી. જો કે અધિકારીઓએ આ બાબતે કોઈ ધ્યાન ન આપતા તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અરજદારે પોતાની અરજીમાં બિરલા અને શર્માને કંપનીના પદાધિકારીઓ તરીકે તથા DoTના સચિવને પ્રતિવાદી બનાવ્યા છે. પક્ષકારોને નોટિસ આપીને હાઈકોર્ટે જવાબ માગ્યો અરજદારની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવે છે, જેનો જવાબ 2 જુલાઈ, 2026ના રોજ રજૂ કરવાનો રહેશે. અગાઉ વર્ષ 2023માં હાઈકોર્ટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનના સચિવને નોટિસ પાઠવી હતી. જ્યારે કોઈ જવાબ દાખલ કરવામાં ન આવ્યો, ત્યારે 26 માર્ચ, 2025ના રોજ હાઈકોર્ટે સચિવને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 'પ્રતિવાદી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનના સચિવ કન્ટેમ્પ ઓફ કોર્ટના દોષી'- હાઈકોર્ટ જ્યારે અધિકારીએ સોગંદનામું દાખલ કરવામાં નિષ્ફળતા દર્શાવી, ત્યારે જુલાઈ, 2025માં પસાર કરાયેલા એક આદેશમાં હાઈકોર્ટે સચિવને ઠપકો આપતા જણાવ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ આ કોર્ટને લાગે છે કે પ્રતિવાદી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનના સચિવ કન્ટેમ્પ ઓફ કોર્ટના દોષી છે. 26 માર્ચ, 2025ના રોજ આ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટ નિર્દેશો છતાં પ્રતિવાદીએ જવાબ ફાઈલ કર્યો નથી.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: વલસાડ જિલ્લમાં આવતીકાલે મતદાન:9.21 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
    Next Article
    Rs 95 Crore Foreign Funding Trail Exposed, Maoist Links Under Probe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment