Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા રેલવે મંડળની સિદ્ધિ:વડોદરા રેલવે મંડળની 91% ટ્રેનો ઓન ટાઈમ, આવક રૂા.697 કરોડ

    6 days ago

    વડોદરા રેલવે મંડળ માટે 2025-26નું વર્ષ સર્વોત્તમ પૂરવાર થયું. વર્ષ દરમિયાન 91 ટકા ટ્રેનો સમયસર રહી, મુસાફર આવક રેકોર્ડબ્રેક રૂ.697 કરોડ પર પહોંચી છે. એટલું જ નહીં વડાપ્રધાનની હરિત ઊર્જાની થીમનું અનુપાલન કરતાં 10 સ્ટેશનો પર સોલર પેનલ ફીટ કરાતા આ સ્ટેશનનું લાઇટબિલ શૂન્ય આવ્યું છે. આ વિશે રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા મંડળના ડીઆરએમ રાજુ ભડકેના માર્ગદર્શનમાં વડોદરા મંડળે 2362 વેગનો થકી ગત વર્ષ કરતા 58 ટકા વધુ ટર્ન ઓવર મેળવ્યું છે. જેના થકી આવકમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. 31મી માર્ચે એક જ દિવસમા 33 રેક અને 1397 વેગનનું લોડિંગ નોંધાયું હતું. આ ઉપરાત 2722 મેગાવોટ ક્ષમતાના સોલર પ્લાન્ટ સ્થાપ્યા જેના લીધે 36 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. જેનાથી 2.92 કરોડ રૂપિયાની બચત પણ થઇ છે. આ ઉપરાંત મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને વડોદરા-કઠાણા મેમૂ ફરી ધમધમતી કરાઇ, મિયાંગામ કરજણ-ડભોઇ-પ્રતાપનગર ડેમૂનો ટ્રાયલ રન લેવાયો અને એકતાનગર-નિઝામુદ્દીન એક્સપ્રેસના સમય અને દિવસોમાં પણ ફેરફાર કરવામાં આવ્યાં હતા. 297 કિમીના ટ્રેક પર કવચ પ્રણાલી સ્થાપિત કરાઇ 17 લેવલ ક્રોસિંગ બંધ કરાયા, 5 રોડ ઓવર બ્રિજ અને 3 રોડ અંડરબ્રિજ બનાવવામાં આવ્યાં છે. જ્યારે ટ્રેનોના અકસ્માત ન થાય તે માટે 297 કિમીના ટ્રેક પર કવચ પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે. 42 સ્ટેશન પર 679 સીસીટીવી કેમેરા ફીટ કરાયા છે અને 103 બાળકોને તેમના વાલીઓ સાથે મેળવવામાં પણ આવ્યાં છે. માલગાડીઓની ઝડપ પણ 23.89 કિમી પ્રતિ કલાક પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળમાં માલગાડીઓની ઝડપ 23.89 કિમી પ્રતિ કલાક પર પહોંચી છે. જે સમગ્ર પશ્ચિમ રેલવે ડિવિઝનમાં સૌથી વધારે છે. માલગાડીઓએ 13.46 મિલિયન ટન લોડિંગ સાથે પોતાનો લક્ષ્યાંક મેળવ્યો છે. કન્ટેનર, કોસ્ટિક સોડા અને ખાતરના લોડિંગમાં વૃદ્ધિ સાથે નવા આયામો પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    ASI લક્ષ્મીકાંત દેસાઈની જામીન રદ કરાઈ:‘ટાઈગર જિંદા હૈ’નું વોટ્સએપ એકાઉન્ટ બનાવી એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઇ ડ્રગ્સ માફિયા અમેરિકાના સંપર્કમાં રહેતો હતો
    Next Article
    ગોરવામાં ‘ઓપન બાર’:સંજુ કહાર, ગિરી પહેવાણી પોલીસમાં હાજર થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment