Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોરવામાં ‘ઓપન બાર’:સંજુ કહાર, ગિરી પહેવાણી પોલીસમાં હાજર થયા

    6 days ago

    ગોરવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ દરોડા પાડીને ‘ઓપન બાર’નો પર્દાફાશ કર્યો હતો. પોલીસે બૂટલેગર-ગ્રાહકો મળી 13 લોકોને પકડ્યા હતા.10 લાખનો દારૂ , વાહનો-મોબાઇલ સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગોરવામાં રહેતા કિરણ ઉર્ફે કિશુ અને ભાવેશ પટેલ નામના બૂટલેગરોએ ગેંગ બનાવી હતી. જેમાં દુકાન અને લક્ઝુરિયસ ગાડીને ‘ઓપન બાર’ બનાવી ગ્રાહકોને બેસીને પીવા માટેની વ્યવસ્થા પૂરી પાડાતી હતી. બે આરોપી ગિરીશ ઉર્ફે ગિરી પહેવાણી અને સંજય ઉર્ફે સંજુ કહાર બંને વારસિયા પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા હતા. કોર્ટે બંને આરોપીઓને જેલ ભેગા કરવાનો હુકમ કર્યો છે. ભાસ્કર ઇનસાઇડ બુટલેગરના ફોનમાંથી સપ્લાયરના નામ ખુલ્યા આ SMC ના દરોડામાં ઓપન બાર ચલાવતો બુટલેગર કિરણ સ્થળ પરથી ઝડપાયો હતો, જેના ફોનની કોલ ડીટેઈલમાં સપ્લાયર તરીકે ગિરીશ અને સંજુનું નામ બહાર આવ્યું હતું. આ બંને આરોપીઓ 20 દિવસ સુધી ફરાર રહ્યા બાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા.
    Click here to Read More
    Previous Article
    વડોદરા રેલવે મંડળની સિદ્ધિ:વડોદરા રેલવે મંડળની 91% ટ્રેનો ઓન ટાઈમ, આવક રૂા.697 કરોડ
    Next Article
    Gujarat Breaking News Live | BJP Sankalan Meeting | Gujarat Local Body Election | Weather Forecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment