Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ:નારી ચોકડી પાસેથી ગેરકાયદે કોડેઇન કફ સિરપના જથ્થા સાથે કરદેજનો જગદીશ સાટીયા ઝડપાયો, રૂ.90300 નો મુદ્દામાલ જપ્ત

    23 hours ago

    બોટલો પરથી સ્ટીકર ઉખાડી નશાનો કાળો કારોબાર ચલાવતો કરદેજનો શખ્સ પકડાયો ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નારી ચોકડી નજીકથી એન્ટી નાર્કોટીક્સ વીંગ અને વરતેજ પોલીસ દ્વારા દરોડો પાડીને ગેરકાયદેસર રીતે નશાકારક કોડેઇન યુક્ત કફ સિરપનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે તપાસ દરમિયાન ગાંધીનગર FSL ના પરીક્ષણમાં કફ સિરપમાં કોડેઇન નામના પ્રતિબંધિત માદક દ્રવ્યની હાજરી મળી આવતા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ અને BNS હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર બાતમીના આધારે ભાવનગર જિલ્લા એન્ટી નાર્કોટીક્સ વીંગના પો.ઇન્સ. અને તેમની ટીમ દ્વારા નારી ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો., તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલ સુઝુકી એક્સેસ મોટરસાયકલ GJ-04-FE-3506 ની ડેકીમાંથી સ્ટીકર કાઢી નાખેલી શંકાસ્પદ કફ સિરપની 53 બોટલો મળી આવી હતી.પોલીસે કરદેજ ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા જગદીશ ઉર્ફે ગોપાલ બચુભાઈ સાટીયા ઉં.વ.42 ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જપ્ત કરાયેલ કફ સિરપની સેમ્પલ બોટલને તાત્કાલિક ડી.એફ.એસ. ગાંધીનગર ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવી હતી. FSL રિપોર્ટ અનુસાર, સદર પ્રવાહીમાં NDPS એક્ટ હેઠળ આવરી લેવાયેલા પ્રતિબંધિત માદક ઘટક 'કોડેઇન' ની હાજરી હોવાનું સ્પષ્ટ થયું હતું. કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલમાં કોડેઇન યુક્ત કફ સિરપની કુલ બોટલો નંગ - 53, જેની કિંમત રૂ.5300, સુઝુકી એક્સેસ મોટરસાયકલ જેની કિંમત રૂ.80,000 તથ્ય વીવો કંપનીનો સ્માર્ટફોન કિંમત રૂ.5,000 મળી કુલ રૂ.90,300 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.. પુરાવાનો નાશ અને મુખ્ય સપ્લાયર અંગે તપાસ આરોપી કફ સિરપની બોટલો પરથી બેચ નંબર અને કંપનીના નામ વાળા સ્ટીકર જાતે ઉખાડી નાખતો હતો તથા મોબાઈલમાંથી સપ્લાયરનો નંબર ડિલીટ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો ધોળકા તાલુકાના સરગવાળા ગામના જીવણભાઈ નામના શખ્સ આપી ગયાનું ખુલવા પામ્યું છે, આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા તમામ આરોપીઓ સામે NDPS એક્ટની કલમ 8(સી), 21(સી), 29 તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 238(એ) હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ કલેકટરને 1 લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવા હાઈકોર્ટનો આદેશ:જમીન NA કરવાની અરજી માટે કોર્ટે સમય નિયત કર્યો હોવા છતા અરજી કાઢી નાખી
    Next Article
    દિવાળીમાં 108 અને 112ની ટીમો ફરજ પર રહેશે:ભરૂચમાં 34 એમ્બ્યુલન્સ, 35 PCR વાન અને 190થી વધુ કર્મચારીઓ મેડિકલ ઇમરજન્સી, અકસ્માત અને આગની ઘટનાઓ માટે તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment