Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ કલેકટરને 1 લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવા હાઈકોર્ટનો આદેશ:જમીન NA કરવાની અરજી માટે કોર્ટે સમય નિયત કર્યો હોવા છતા અરજી કાઢી નાખી

    1 day ago

    જમીન NA કરવાની અરજી મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમય મર્યાદા નિયત કરી હોવા છતા અમદાવાદ કલેકટર દ્વારા સમયમર્યાદામાં નિર્ણય ન કરતા કોર્ટે કડક વલણ અપનાવ્યું. અરજદારને ખોટી રીતે હેરાન કરવા બદલ કોર્ટે કલેકટરને 1 લાખ રૂપિયાનો કોસ્ટ કરવામાં આવ્યો. કલેકટરે તેના પગારમાંથીઆ રકમ એક મહિનાની અંદર હાઈકોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવી પડશે. જમા થયેલી રકમ અરજીના ખર્ચ પેટે અરજદારને ચૂકવાશે. કોર્ટે નોંધ્યું કે, કોર્ટના આદેશનું પાલન ન કરવું અને સમયસર યોગ્ય પગલાં ન લેવા એ કોર્ટની સત્તા અને ન્યાય પ્રણાલીની અવમાનના સમાન છે. કલેકટરે અરજી કાઢી નાખતા અરજદાર હાઈકોર્ટમાં ગયા હતા ગુજરાત હાઇકોર્ટમાં એક અરજદારે અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે, તેને પોતાની ખેતીની જમીનને બિન-ખેતી કરવા માટે કલેક્ટર સમક્ષ જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળ અરજી કરી હતી. કલેક્ટરે ગણોત ધારાની કલમ 63ની મંજૂરી ન હોવાના જૂના સોદાઓના કારણોસર અરજી ફગાવી દીધી હતી. કલેક્ટરના આ હુકમ સામે અરજદારે હાઇકોર્ટમાં અગાઉ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે 2 માર્ચ, 2026ના રોજ કલેક્ટરનો એ આદેશ રદ કર્યો હતો અને અગાઉના ચુકાદાના આધારે અરજદારની નવી અરજી 90 દિવસની સમયમર્યાદામાં નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઇકોર્ટના આદેશ મુજબ અરજદારે 7 એપ્રિલ, 2026ના રોજ ફરીથી NAની અરજી કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટરે 90 દિવસની કાનૂની સમયમર્યાદા વીતી ગયા પછી, તારીખ 6 ઓગસ્ટ, 2026ના રોજ ફરીથી એ જ જૂના કારણોસર અને રાજ્ય સરકાર હાઇકોર્ટના 2 માર્ચ, 2026 ના આદેશ સામે અપીલ દાખલ કરવા વિચારણા હેઠળ છે તેવું કારણ દર્શાવીને અરજી નામંજૂર કરી હતી. ખરેખરમાં 7 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકારે એવી કોઈ અપીલ દાખલ કરી ન હતી. કલેકટરે પોતાને કાયદાથી ઉપર સમજીને ભૂલનું પુનરાવર્તન કર્યું- કોર્ટ આથી હાઇકોર્ટે નોંધ્યું હતું કે કલમ 65 હેઠળ NA પરવાનગી આપતી વખતે કલેક્ટરે ફક્ત અરજદારનો કબ્જો અને જમીનનો પ્રકાર જ જોવાનો હોય છે, માલિકી કે જૂના ટાઇટલની તપાસ કરવાનો અધિકાર કલેક્ટર પાસે નથી. હાઇકોર્ટે અગાઉ સ્પષ્ટ આદેશ આપ્યો હોવા છતાં કલેક્ટરે પોતાને કાયદાથી ઉપર સમજીને એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું અને સમયમર્યાદામાં નિર્ણય ન લીધો. કલેકટરને પોતાના પગારમાંથી 1 લાખ રૂપિયા જમા કરાવવા આદેશ કોર્ટે નોંધ્યું હતું કે આ કોઈ પહેલો કિસ્સો નથી જ્યાં કલેક્ટર પોતાની મરજી મુજબ કામ કરતા હોય. કોર્ટના આદેશોનું પાલન ન કરવું અને સમયસર યોગ્ય પગલાં ન લેવા એ કોર્ટની સત્તા અને ન્યાય પ્રણાલીની અવમાનના સમાન છે. આથી અમદાવાદ કલેક્ટર દ્વારા તારીખ 06 ઓગસ્ટ, 2026 ના રોજ પસાર કરવામાં આવેલો આદેશ રદ કરવામાં આવ્યો છે. અરજદારની 11 એપ્રિલ, 2026ની NA અરજીને મૂળ ફાઇલ પર પુનઃસ્થાપિત કરવામાં આવે છે અને કલેક્ટરને આ અરજી નિયત કાનૂની સમયમર્યાદામાં નક્કી કરવાનો આદેશ આપવામાં આવે છે. ઉપરાંત અરજદારને ખોટી રીતે હેરાન કરવા બદલ કલેક્ટરને 1 લાખ રૂપિયાનો કોસ્ટ કરવામાં આવે છે. આ રકમ કલેક્ટરે પોતાના ખિસ્સામાંથી એટલે કે પગારમાંથી એક મહિનાની અંદર હાઇકોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવવાની રહેશે.જો કલેક્ટર આ રકમ જમા ન કરાવે તો રાજ્ય સરકારે તે જમા કરાવીને કલેક્ટરના પગારમાંથી વસૂલ કરવાની રહેશે.જમા થયેલી રકમની ચકાસણી કર્યા બાદ ઇલેક્ટ્રોનિક માધ્યમથી અરજીના ખર્ચ પેટે આ રકમ અરજદારને ચૂકવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'ભારતને લઈને મોદી અને મારી વિચારસરણી અલગ છે':સોનિયા ગાંધીએ કહ્યું- રાજીવ સાથે મુલાકાતના 60 વર્ષ બાદ પણ હું એ જ વ્યક્તિ છું, બસ પહેલાં જેટલું હસતી નથી
    Next Article
    પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ:નારી ચોકડી પાસેથી ગેરકાયદે કોડેઇન કફ સિરપના જથ્થા સાથે કરદેજનો જગદીશ સાટીયા ઝડપાયો, રૂ.90300 નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment