Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    900 કરોડની વાર્તાઓ કહી 90 વર્ષનાં દાદીને કર્યા 'ડિજિટલ અરેસ્ટ':'તમારા આધાર પર ડ્રગ્સ વેચાય છે' તેમ કહી કર્ણાટકની વૃદ્ધાને ધમકાવી, 1.34 કરોડ પડાવનાર સુરતનો જમીન દલાલ જીગો ઝડપાયો

    2 days ago

    કર્ણાટક રાજ્યના કોલાર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનાનો આ મુખ્ય સૂત્રધાર છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. આ સમગ્ર સ્કેમની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીઓએ જેમને પોતાનો શિકાર બનાવ્યા તે ભોગ બનનાર મહિલાની ઉંમર 90 વર્ષ છે. આ વયસ્ક સિનિયર સિટીઝન મહિલાને કાયદાનો ડર બતાવી, 'ડિજિટલ અરેસ્ટ'ની જાળમાં ફસાવીને આરોપીઓએ આખી ઘટનાને અંજામ આપ્યો હતો. પકડાયેલા મુખ્ય આરોપીની પ્રોફાઇલ જોઇએ તો, તેનું નામ જીગ્નેશ ઊર્ફે જીગો મીસ્ત્રી ધીરજલાલ વઘાડીયા છે. 42 વર્ષનો આ શાતિર શખ્સ મૂળ મોરબીનો વતની છે અને સુરતમાં રહીને જમીન-મકાનની દલાલીના વ્યવસાય સાથે જોડાયેલો હતો. દલાલીની આડમાં તે રાતોરાત અમીર બનવાના સપના જોઇને સાયબર ફ્રોડની ગેંગનો મુખ્ય મોહરો બની ગયો હતો. સીમકાર્ડ અને સરનામાં બદલતો જીગો અમરોલીથી ઝડપાયો સુરત ક્રાઇમ બ્રાંચની નાસતા-ફરતા સ્કોડના પોલીસ જવાનો સતત પેટ્રોલીંગ અને બાતમીદારોના સંપર્કમાં હતા. આ દરમિયાન પોલીસ માણસોને એક સચોટ અને ચોક્કસ બાતમી હકીકત મળી આવી હતી કે, કર્ણાટકના કોલાર વિસ્તારમાં એક મોટી સાયબર છેતરપિંડીનો બનાવ બન્યો છે. જેમાં એક 90 વર્ષના વૃદ્ધા સાથે સરકારી ઉચ્ચ અધિકારીઓનો ઢોંગ રચીને 1.34 કરોડ) રૂપિયાની માતબર રકમ પડાવી લેવામાં આવી છે. આ ગુનાનો મુખ્ય આરોપી સુરત શહેરમાં છુપાયો છે. આ હકીકતના આધારે સુરત ક્રાઇમ બ્રાંચે તુરંત કર્ણાટક રાજ્યના કોલાર સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને ત્યાં ગુનો નોંધાયો હોવાની પુષ્ટિ કરી હતી. ક્રાઇમ બ્રાંચે જ્યારે આરોપી જીગ્નેશ ઊર્ફે જીગા વિશે ટેકનિકલ માહિતી મેળવી ત્યારે ખબર પડી કે તે અત્યંત ચાલાક છે. તે પોલીસ લોકેશનથી બચવા માટે થોડા થોડા સમયે પોતાનું રહેઠાણ અને મોબાઇલના સીમકાર્ડ બદલી નાખતો હતો. જોકે, સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને આખરે આરોપીને ન્યુ કોસાડ રોડ, અમરોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. TRAIના નકલી ઓફિસર વિજય શર્માનો આવ્યો વૉટ્સએપ કોલ આ ડિજિટલ અરેસ્ટ અને કરોડોની છેતરપિંડીની શરૂઆત ગત 7 ડિસેમ્બર, 2024ના રોજ થઇ હતી. ભોગ બનનાર 90 વર્ષના વૃદ્ધા પોતાના ઘરમાં હતા ત્યારે તેમના મોબાઇલ પર એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કૉલ આવ્યો હતો. વૃદ્ધાએ કૉલ રિસીવ કરતા જ સામેની વ્યક્તિએ ભારેખમ અવાજમાં પોતાની ઓળખ નવી દિલ્હી TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના વરિષ્ઠ અધિકારી 'વિજય શર્મા' તરીકે આપી હતી. આ નકલી અધિકારીએ વૃદ્ધાને સીધા જ ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, "તમારા ફોન નંબર પરથી દેશવિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઇ રહી છે. આ બાબત ગંભીર હોવાથી તમારો ફોન તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે અને તમારી સામે દિલ્હીમાં FIR પણ નોંધવામાં આવી છે." આ સાંભળીને 90 વર્ષના માજીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. નકલી પોલીસ સ્ટેશનનો સેટઅપ જોઇ દાદી ડરી ગયા વૃદ્ધા કશું સમજે તે પહેલા જ સ્કેમર્સે આગલો દાવ ખેલ્યો હતો. આરોપીઓએ નવી દિલ્હીના એક પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવો જ આબેહૂબ નકલી સેટઅપ ઊભો કર્યો હતો, જેથી સામેની વ્યક્તિને લાગે કે તે ખરેખર પોલીસ સાથે વાત કરી રહી છે. આ સેટઅપ પરથી વૃદ્ધાને વૉટ્સએપ વીડિયો કૉલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો કૉલમાં પ્રદીપ સિંહ નામના વ્યક્તિએ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારી તરીકેનો ગણવેશ ધારણ કર્યો હતો, જ્યારે બીજા એક વ્યક્તિએ સી.બી.આઇ. (CBI) ના વરિષ્ઠ ઓફિસર તરીકે ઓળખ આપી વાત કરી હતી. આ નકલી સીબીઆઇ અધિકારીઓએ વૃદ્ધા પર ખોટો આરોપ લગાવ્યો કે, "તમે એક બેંક મેનેજર સાથે મળીને તમારા ઓળખ પત્ર પર મની લોન્ડરિંગ અને ઇન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગ માટે નકલી ખાતું ખોલાવ્યું છે, જેમાં કરોડો રૂપિયાના કાળા નાણાંની હેરફેર થઇ છે." નકલી CBI લેટરહેડ મોકલી ચોવીસ કલાક નજર હેઠળ રાખ્યા જ્યારે વૃદ્ધાએ પોતે નિર્દોષ હોવાની આજીજી કરી, ત્યારે આરોપીઓએ વધુ ડરાવવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી અત્યંત ગુપ્ત છે. કેસની ગુપ્તતા જાળવવા અને ઘરની બહાર પગ ન મૂકવા માટે વૃદ્ધાને સખત તાકીદ કરવામાં આવી હતી. આટલું જ નહીં, વૃદ્ધાને કાનૂની સકંજાનો અહેસાસ કરાવવા માટે આરોપીઓએ તેમના વૉટ્સએપ પર સી.બી.આઇ.ના નકલી લોગો વાળી નોટિસ અને સરકારી લેટરહેડ પણ મોકલી આપ્યા હતા. વૃદ્ધા પોતાના પરિવારના સભ્યોને પણ વાત ન કરી શકે તે માટે તેમને સતત વીડિયો કૉલ પર કેમેરા સામે બેસી રહેવા મજબૂર કરાયા હતા. ટેકનોલોજીની ભાષામાં આ પ્રક્રિયાને 'ડિજિટલ અરેસ્ટ' કહેવામાં આવે છે, જેમાં માણસ પોતાના જ ઘરમાં કેદી બની જાય છે. RBI વેરિફિકેશનના બહાને 1.34 કરોડની લાઇવ લૂંટ ચલાવી વૃદ્ધાને માનસિક રીતે સંપૂર્ણ તોડી નાખ્યા બાદ આરોપીઓ પોતાના અસલી મકસદ પર આવ્યા હતા. નકલી સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે, "તમારા બેંક ખાતામાં રહેલા નાણાં કાયદેસરના છે કે કેમ તેની તપાસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા કરવામાં આવશે. આ માટે તમારે તમારા ખાતાની તમામ રકમ અમે કહીએ તે સરકારી ખાતામાં ટ્રાન્સફર કરવી પડશે. જો તપાસમાં તમે નિર્દોષ સાબિત થશો, તો માત્ર 2 જ દિવસમાં તમારા બધા પૈસા સહી-સલામત પરત મળી જશે."આરોપીઓના સતત માનસિક દબાણ અને જેલ જવાની બીકના કારણે 90 વર્ષના વૃદ્ધાએ પોતાના જીવનભરની મૂડી સમાન કુલ 1,34,00,000 રૂપિયા આરોપીઓએ આપેલા ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. પૈસા ટ્રાન્સફર થઇ ગયા બાદ આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા, જેથી વૃદ્ધાને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થયો હતો. મોરબીનો જીગો સુરતના કયા વિસ્તારમાંથી કેવી રીતે પકડાયો? આરોપી જીગ્નેશ ઊર્ફે જીગો મીસ્ત્રી ધીરજલાલ વઘાડીયા મૂળ મોરબીના સનાડા રોડ પર આવેલી અંકુર સોસાયટીનો રહેવાસી છે. પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી સુરતને પોતાનું આશ્રયસ્થાન બનાવીને અહી જમીન-મકાનની દલાલી કરતો હતો. સુરતમાં તે મનીષા ગરનાળા પાસે, ન્યુ કોસાડ રોડ અમરોલી ખાતે આવેલી ક્રિષ્ના નગર સોસાયટીના મકાન નંબર 04માં ત્રીજા માળે રહેતો હતો. કર્ણાટકની કોલાર સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે આઇ.ટી. એક્ટની કલમ- 66(C), 66(D) તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 61(2), 111, 318, 319, 336(3), 339, 340(1) મુજબ ગુનો નોંધ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાંચે આ શાતિર આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે અને તેનો કબજો કર્ણાટક પોલીસને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ આંતરરાજ્ય ગેંગમાં સુરતના અન્ય કેટલા સાયબર ગુનેગારો સંડોવાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    પુનીતનગરમાં ઉલ્‍ટી થયા બાદ બેભાન હાલતમાં યુવકનું મૃત્‍યુ:કપડાંને ઈસ્ત્રી કરતી વખતે વાયર છાતીને અડકતાં વીજકરંટ લાગતા પ્રૌઢનું મોત, મિત્રને ઉછીના આપેલા રૂ.3 લાખ પરત ન આપતાં ખેડૂતે ઝેરી દવા પીધી
    Next Article
    બકરીદ પર દિલ્હી-યુપીમાં મસ્જિદો પર ડ્રોનથી નજર:5 રાજ્યોમાં મુસ્લિમ સંગઠનોનો વિરોધ, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment