Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ સ્ટેશનથી 900 મીટરના અંતરે ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ:થાઈલેન્ડની 8 યુવતીઓને હોટલમાં રાખી દેહવ્યાપાર કરાવાતો, બે આરોપીઓની ધરપકડ

    4 दिन पहले

    સુરત શહેરમાં સ્પા અને હોટલોની આડમાં ચાલતા કુટણખાનાઓ બંધ કરાવવા પોલીસ કમિશનર ભલે ગમે તેટલા કડક આદેશો આપતા હોય, પરંતુ સ્થાનિક પોલીસ કેટલી ઊંઘતી ઝડપાય છે તેનો જીવતોજાગતો કિસ્સો સરથાણામાં પ્રકાશમાં આવ્યો છે. સરથાણા પોલીસ સ્ટેશનની બિલકુલ નાક નીચે, માત્ર 900 મીટર એટલે કે 1 કિલોમીટરથી પણ ઓછા અંતરે સીમાડા રોડ પર આવેલી એક હોટલમાં વિદેશી યુવતીઓ સાથે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ધમધમી રહ્યું હતું. પોલીસે બાતમીના આધારે સનલાઈટ હોટલ પર દરોડો પાડી થાઈલેન્ડની 8 અને ભારતની 2 મળી કુલ 10 લલનાઓને મુક્ત કરાવી હોટલ માલિક સહિત બેને ઝડપી લીધા છે. ખાખીની લાલ આંખ કે પછી પોલીસની ઊંઘતી ઝડપ? ચોંકાવનારી બાબત એ છે કે જે હોટલમાં આ ગોરખધંધો ચાલતો હતો તે સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં અને પોલીસ મથકથી ગણતરીના અંતરે જ આવેલી છે. છેલ્લા એકાદ મહિનાથી હોટલ માલિક રોશન માવાણી અહીં બિન્દાસપણે વિદેશી યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવી રહ્યો હતો. સ્થાનિક પોલીસની પીસીઆર વાન આ રોડ પરથી રોજ પસાર થતી હોવા છતાં, પોલીસ સ્ટેશનની આટલી નજીક ચાલતા આ હાઈપ્રોફાઈલ નેટવર્કની ગંધ સ્થાનિક સ્ટાફને ન આવી અને છેક પી.આઈ.ને અંગત બાતમીદારથી રેડ કરવી પડી, જે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે. ખાનગી વાહનોમાં પહોંચી પોલીસે પાડી રેડ સરથાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.કે. પટેલને બાતમી મળી હતી કે સીમાડા રોડ બાપા સિતારામ ચોક પાસે આવેલી સનલાઈટ હોટલમાં દેહવ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમી એટલી પાકી હતી કે પોલીસ ખુલ્લેઆમ સરકારી ગાડીઓ લઈને જાય તો આરોપીઓ ભાગી છૂટે તેમ હતા. આથી મહિલા પોલીસ કર્મચારીઓ અને પંચોના માણસો સાથે આખી ટીમ બે ખાનગી વાહનોમાં સવાર થઈને હોટલથી થોડે દૂર ઉતરી ગઈ હતી. ત્યાંથી સ્ટાફે પગપાળા જઈને હોટલના ખુલ્લા દરવાજામાંથી અંદર પ્રવેશી ઓચિંતો દરોડો પાડ્યો હતો. હોટલ માલિક અને સંચાલક કાઉન્ટર પરથી જ દબોચાયા પોલીસ જ્યારે હોટલના હોલમાં દાખલ થઈ ત્યારે કાઉન્ટર ટેબલ પાસે ખુરશી પર હોટલ માલિક રોશનભાઈ જીતેશભાઈ માવાણી (ઉ.વ. 27, રહે. મોટા વરાછા, મૂળ પાલીતાણા, ભાવનગર) બેઠેલો હતો. જ્યારે સામેના સોફા પર આ રેકેટનો મુખ્ય સૂત્રધાર અને સંચાલક પ્રીન્સ વિજયભાઈ ભંડેરી (ઉ.વ. 22, રહે. પાસોદરા, કામરેજ, મૂળ જામનગર) બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે બંનેની અંગઝડતી કરતા તેમની પાસેથી આઈફોન-14, સેમસંગ ઝેડ ફ્લિપ ફોન અને રૂ. 4,500ની રોકડ મળી આવી હતી. ત્રણેય માળના રૂમો તપાસતા જ વિદેશી સેક્સ રેકેટનો પર્દાફાશ સંચાલક પ્રિન્સને સાથે રાખી પોલીસે હોટલના ત્રણેય માળ ફેંદી માર્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાંથી અડાજણ અને અમરોલીની 2 ભારતીય મહિલાઓ મળી આવી હતી. જ્યારે પહેલા અને બીજા માળના રૂમ નં. 101,201 અને 202ના દરવાજા ખખડાવીને ખોલાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ રૂમોમાંથી થાઈલેન્ડની મૂળ નિવાસી એવી 8 વિદેશી યુવતીઓ મળી આવી હતી, જેઓ કોઈ ભારતીય કે અંગ્રેજી ભાષા જાણતી નહોતી. તેમના પાસપોર્ટ ચેક કરતા તેઓ થાઈલેન્ડથી અહીં આવી હોવાનું સાબિત થયું હતું. તમામ રૂમો અને રિસેપ્શનના ડ્રોવરમાંથી મોટા પ્રમાણમાં કોન્ડમના પેકેટો મળી આવ્યા હતા. મગદલ્લાથી લાવવા-મૂકવાનું નેટવર્ક અને કમિશનની મલાઈ પકડાયેલી મહિલાઓની પૂછપરછમાં સામે આવ્યું કે, આ સમગ્ર નેટવર્ક આર્થિક ફાયદા માટે ચલાવવામાં આવતું હતું. હોટલ પર આવતા ગ્રાહકો પાસેથી માલિક અને સંચાલક રૂ. 2,500 વસૂલતા હતા. જેમાંથી યુવતીઓને માત્ર રૂ. 1100 થી1500 અપાતા અને બાકીના રૂ.1,000 પોતે કમિશન પેટે રાખી લેતા હતા. સંચાલક પ્રિન્સ ભંડેરી આ થાઈલેન્ડની યુવતીઓને સુરતના મગદલ્લા ખાતેના તેમના નિવાસસ્થાનેથી હોટલ પર લાવવા અને મૂકવાની સુવિધા આપતો હતો અને તેમાંથી પોતાની દલાલી સીધી કરી લેતો હતો. મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરાયો પોલીસે રેડ દરમિયાન કુલ રૂ. 4,500ની રોકડ, રૂ.35,000ની કિંમતના 2 મોબાઈલ, ગ્રાહકોની એન્ટ્રીવાળો વાદળી ચોપડો અને લાઈટ બિલ મળી કુલ રૂ. 39,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સરથાણા પીએસઆઈ એસ.ડી. ચૌધરીની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરૂદ્ધ નોંધી આગળની તપાસ પીએસઆઈ રણવીરસિંહ જે. રહેવરને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    13 વર્ષની સગીરાના ગર્ભપાત માટે હાઇકોર્ટની મંજૂરી:ત્રણ સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને એક સાયકિયાટ્રિસ્ટની ટીમ બનાવો, તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરો, જૂનાગઢ મેડિકલ કોલેજ સુપ્રિટેન્ડન્ટને આદેશ
    Next Article
    વડોદરાવાસીઓ માટે રિક્ષાની મુસાફરી બનશે મોંઘી:1 જુલાઈથી ઓટો રિક્ષાના મિનિમમ ભાડામાં રૂ. 10નો તોતિંગ વધારો, CNGના ભાવ વધતા રિક્ષા એસોસિએશનનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment