Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાવાસીઓ માટે રિક્ષાની મુસાફરી બનશે મોંઘી:1 જુલાઈથી ઓટો રિક્ષાના મિનિમમ ભાડામાં રૂ. 10નો તોતિંગ વધારો, CNGના ભાવ વધતા રિક્ષા એસોસિએશનનો નિર્ણય

    4 days ago

    વડોદરાવાસીઓ માટે રિક્ષાની મુસાફરી મોંઘી બનશે અને સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. વડોદરા શહેરમાં પેટ્રોલ અને CNG ગેસના સતત વધી રહેલા ભાવોને ધ્યાનમાં રાખીને વડોદરા ઓટો રિક્ષા યુનિયન દ્વારા ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 જુલાઈ 2026થી સંસ્કારી નગરી વડોદરામાં રિક્ષાના મિનિમમ ભાડામાં 10 રૂપિયાનો વધારો લાગુ થઈ જશે. હવે મિનિમમ ભાડુ રૂપિયા 30 થઈ જશે. હવે રૂ. 20ના બદલે રૂ. 30 મિનિમમ ભાડું ચૂકવવા પડશે નવા નિયમ મુજબ, વડોદરાના નાગરિકો અત્યાર સુધી જે મિનિમમ ભાડું 20 રૂપિયા ચૂકવતા હતા, તેના બદલે હવે 1 જુલાઈથી મિનિમમ 30 રૂપિયા ચૂકવવા પડશે. વડોદરા શહેરમાં હાલમાં 80 હજારથી વધુ રિક્ષા ચાલકો રિક્ષા ચલાવીને પોતાનું પેટિયું રળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઇંધણના ભાવ આસમાને પહોંચતા રિક્ષા ચાલકો માટે જૂના દરો પર રિક્ષા ચલાવવી આર્થિક રીતે બિલકુલ પરવડે તેમ ન હતી. રિક્ષા ચાલકોની આ જ આર્થિક મુશ્કેલીઓને ધ્યાને રાખીને યુનિયન દ્વારા ભારે હૈયે ભાડું વધારવાનો નિર્ણય લેવો પડ્યો છે. ગેસના ભાવ વધતા રિક્ષાચાલકો માટે પણ મુશ્કેલી વધી વડોદરા ઓટો રિક્ષા યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે, સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે રિક્ષા ચાલકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. હાલના જૂના ભાવમાં રિક્ષા ફેરવવી બિલકુલ પરવડતી નથી. આથી ભારે હૈયે અમારે ભાડામાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવો પડ્યો છે, જે આગામી 1 જુલાઈથી અમલી બનશે. મધ્યમ વર્ગના બજેટ પર સીધી અસર નોંધનીય છે કે ગત દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં સતત અને નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે એકંદર મોંઘવારી પણ વધી છે. રિક્ષા યુનિયનના અગ્રણીઓના જણાવ્યા મુજબ, ગેસના ભાવવધારા સામે ભાડું ન વધારવામાં આવે તો રિક્ષા ચાલકો દેવાના ડુંગર નીચે દબાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ નિર્ણય રિક્ષા ચાલકોના હિતમાં અને તેમની આજીવિકા બચાવવા માટે અનિવાર્ય બની ગયો હતો. જોકે, આ મિનિમમ ભાડામાં 10 રૂપિયાના વધારાને કારણે રોજબરોજ રિક્ષામાં મુસાફરી કરતા મધ્યમ વર્ગના પેસેન્જરો અને નોકરીયાત વર્ગના ખિસ્સા પર સીધો આર્થિક બોજ વધશે તે પણ નક્કી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ સ્ટેશનથી 900 મીટરના અંતરે ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ:થાઈલેન્ડની 8 યુવતીઓને હોટલમાં રાખી દેહવ્યાપાર કરાવાતો, બે આરોપીઓની ધરપકડ
    Next Article
    કુંભારવાડામાં જુગારધામ પર દરોડો:અક્ષરપાર્કમાં તીનપત્તી રમતા 7 શખસ ઝડપાયા; રૂ. 29,860ની રોકડ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment