Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં જુગારધામ પર દરોડો:અક્ષરપાર્કમાં તીનપત્તી રમતા 7 શખસ ઝડપાયા; રૂ. 29,860ની રોકડ જપ્ત

    4 days ago

    ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં જુગારનું ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસે અક્ષરપાર્ક સોસાયટીમાં દરોડો પાડીને જાહેરમાં પૈસા-પાના વડે જુગાર રમતા 7 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય અને રૂ. 29,860ની રોકડ રકમ કબજે કરી છે. પકડાયેલા તમામ જુગારીઓ સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે અક્ષરપાર્કની શેરીમાં પોલીસે ત્રાટકીને ગોળ કુંડાળું વિખેર્યું બનાવની વિગત એવી છે કે, જૂન મહિનાના આ દિવસોમાં બોરતળાવ પોલીસ સ્ટેશનનો કાફલો કુંભારવાડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન પોલીસને પાકી બાતમી મળી હતી કે અક્ષરપાર્ક 40 ફૂટ રિંગ રોડ, શેરી નંબર 20માં કેટલાક ઇસમો એકઠા થઈને જુગાર રમી રહ્યા છે. બાતમીવાળા સ્થળે પોલીસે અચાનક રેઇડ પાડતા ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું વળીને પૈસા અને ગંજીપાના વડે 'તીનપત્તી' નો હાર-જીતનો જુગાર રમતા સાત શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસે કોર્ડન કરીને તમામ સાતેય શખ્સોને સ્થળ પર જ દબોચી લીધા હતા. પકડાયેલા 7 જુગારીઓનાં નામ અને ઉંમરની યાદી જુગારધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ તેજ કરાઈ બોરતળાવ પોલીસે તમામ આરોપીઓ પાસેથી જુગાર રમવાના પાના અને કુલ રૂ. 29,860ની રોકડા રૂપિયાની માલમત્તા જપ્ત કરી છે. આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સાતેય શખ્સો વિરૂદ્ધ જુગારધારા એક્ટની કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ પ્રવૃત્તિ પાછળ અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાવાસીઓ માટે રિક્ષાની મુસાફરી બનશે મોંઘી:1 જુલાઈથી ઓટો રિક્ષાના મિનિમમ ભાડામાં રૂ. 10નો તોતિંગ વધારો, CNGના ભાવ વધતા રિક્ષા એસોસિએશનનો નિર્ણય
    Next Article
    રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો ધ્યાન આપો!:ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ 6 મહિના માટે આંશિક રીતે રદ્દ, હવે ગાંધીગ્રામ સુધી જ દોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment