Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાર યાદી સામે વાંધા અરજીનો ધોધ:પાલિકાની મતદાર યાદી સામે 90 વાંધા વોર્ડ 3માં સૌથી વધુ 31 અરજી આવી

    16 hours ago

    પાલિકાની ચૂંટણી આગામી સપ્તાહે જાહેર થવાની શક્યતા છે. 19 વોર્ડની જાહેર કરાયેલી મતદાર યાદીના વાંધા લેવાનો શુક્રવારે છેલ્લા દિવસ હતો. જેમાં 90 વાંધા અરજી પાલિકાની ચૂંટણી શાખાને મળી છે. વોર્ડ 3માંથી સૌથી વધુ 31 વાંધા મળ્યા છે. પાલિકાની ચૂંટણી શાખાએ 23 માર્ચે મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી. જેમાં ગત ચૂંટણીની સરખામણીએ એસઆઈઆરને કારણે મતદારોની સંખ્યામાં 2.38 લાખનો ઘટાડો થયો હતો. બીજી તરફ 27 માર્ચ સુધી વાંધા અરજી માટે સમય અપાયો હતો. જેમાં શુક્રવાર સુધી 90 વાંધા અરજી પાલિકાની ચૂંટણી શાખાને મળી છે. જેમાં સૌથી વધુ વોર્ડ 3માંથી 31, વોર્ડ 1માંથી 23 અરજદારોએ અરજી કરી છે. આ સિવાય વોર્ડ 2માંથી 4, વોર્ડ 8માંથી 11, વોર્ડ 13માંથી 5 અને વોર્ડ 14માંથી 5 અને વોર્ડ 16માંથી 11 વાંધા અરજી મળી છે. નોંધનીય છે કે, શુક્રવારે વોર્ડ 1ના 3 કાઉન્સિલરો પુષ્પાબેન વાઘેલા, અમી રાવત અને હરીશ પટેલ ચૂંટણી શાખામાં પહોંચ્યાં હતાં. બૂથ બદલાયા હોવાથી રજૂઆત બાદ સરવે કરાયો 19 વોર્ડ માટે જાહેર કરાયેલી મતદાર યાદીમાં સીમાંકન અને બૂથ બદલાયાં હોવાની અરજી મળી છે. જેમાં કોંગ્રેસના કાઉન્સિલરોએ વોર્ડ 1માં મતદાર રહેતા હોય અને વોર્ડ 2માં મતદાન મથક હોવાનું ધ્યાને આવતાં અરજી કરાઈ હતી. જેમાં અધિકારીઓએ સરવે કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સરકારે કહ્યું - દેશમાં કોઈ લોકડાઉન નહીં થાય, ઈરાને ઈઝરાયેલ પર 'થૅન્ક્યુ ઈન્ડિયા' લખેલી મિસાઈલો છોડી, રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર
    Next Article
    પુરવઠા વિભાગે આપી માહિતી:પીએનજીના 5500 ગ્રાહકોએ ગેસ સિલિન્ડર સરન્ડર કરાવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment