Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સરકારે કહ્યું - દેશમાં કોઈ લોકડાઉન નહીં થાય, ઈરાને ઈઝરાયેલ પર 'થૅન્ક્યુ ઈન્ડિયા' લખેલી મિસાઈલો છોડી, રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર

    15 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કેન્દ્રના નિવેદન સાથે જોડાયેલા રહ્યા. સરકારે કહ્યું કે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. બીજા મોટા સમાચાર ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ છોડવા અંગેના રહ્યા. આ મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખેલું હતું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હી પાસે જેવર ખાતે સ્થિત નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. 2. IPL 2026ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાને મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખી ઈઝરાયલ પર હુમલો કર્યો:કહ્યું- ભારતીય બાળકોનું ગુલ્લક દાન કરવાનું ક્યારેય નહીં ભૂલીએ, આ પ્રેમભરી ભેટ ઈરાને ઈઝરાયલ પર 83મી વખત મિસાઈલ હુમલો કર્યો. આ વખતે મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોવા મળ્યું કે ઈરાની સૈનિકો મિસાઈલો પર "Thank you people of India" લખી રહ્યા છે. આ જ રીતે સ્પેન, પાકિસ્તાન અને જર્મની માટે પણ સંદેશા લખવામાં આવ્યા હતા. ઈરાને કહ્યું કે આ પગલું એવા દેશો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે છે જેમણે તેને સમર્થન આપ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. PM મોદીની ઈરાન યુદ્ધ પર મુખ્યમંત્રીઓ સાથે બેઠક:કહ્યું- ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવું પડશે; સરકારે કહ્યું- દેશમાં લોકડાઉન નહીં લાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. તેમણે કહ્યું કે તમામ રાજ્યો ટીમ ઇન્ડિયાની જેમ મળીને કામ કરે અને પોતાની તૈયારીઓ મજબૂત રાખે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ હતી. જેમાં વડાપ્રધાને રાજ્યો પાસેથી તેમની તૈયારીઓ અને યોજનાઓની માહિતી લીધી. આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાને આ મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હોય. સંપૂર્ણ સમાચાર વાંચો 3. સોના-ચાંદીના ભાવ ગગડ્યા:સોનું ₹3,263, ચાંદી ₹13 હજાર ઘટી; ઈરાન યુદ્ધથી 28 દિવસમાં સોનું ₹16 હજાર સસ્તું, ચાંદી ₹45 હજાર નીચે આવી અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, શુક્રવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 3,263 રૂપિયા ઘટીને 1.43 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ પહેલા બુધવારે તે 1.46 લાખ પર હતું. જ્યારે, એક કિલો ચાંદીની કિંમત 13,167 રૂપિયા ઘટીને 2.22 લાખ રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલા 25 માર્ચે તેની કિંમત 2.35 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. અમેરિકા-ઇરાન યુદ્ધના કારણે સોનું 28 દિવસમાં 16,155 અને ચાંદી 45,053 સસ્તી થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું- પરિણીત પુરુષનું લિવ-ઇનમાં રહેવું ગુનો નથી:નિર્ણયો નૈતિકતાથી નહીં, કાયદાથી થાય છે; કપલની ધરપકડ પર રોક અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે પરિણીત પુરુષનું કોઈ પુખ્ત મહિલા સાથે સહમતિથી લિવ-ઈનમાં રહેવું ગુનો નથી. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ તરુણ સક્સેનાની બેન્ચે કહ્યું કે નૈતિકતા અને કાયદો બંને અલગ-અલગ છે. નિર્ણયો નૈતિકતાથી નહીં, કાયદાથી થાય છે. કોર્ટ શાહજહાંપુરના એક કેસ સંબંધિત સુનાવણી કરી રહી હતી. જેમાં લિવ-ઈનમાં રહેતા એક યુગલે પરિવાર તરફથી મળી રહેલી ધમકીઓ સામે સુરક્ષા માંગી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનીની તસવીર લઈને પ્રદર્શન:ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ધક્કા-મૂક્કી થઈ, રાહુલને પપ્પુ કહેવા પર મારામારી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં શુક્રવારે ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુને લઈને વિરોધ પ્રદર્શન થયું. નેશનલ કોન્ફરન્સના નેતાઓ ખામેનીની તસવીર લઈને ગૃહમાં પહોંચ્યા અને સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. નેશનલ કોન્ફરન્સના નેતાઓએ ખામેનીના પોસ્ટર પણ લહેરાવ્યા. આ દરમિયાન, ગૃહમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે ધક્કામુક્કીનો વીડિયો પણ સામે આવ્યો. જોકે, આ વિવાદ ભાજપના નેતાઓની રાહુલ પરની ટિપ્પણીને લઈને હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રાજ્યમાં હવે રૂ.300માં વારસાની જમીનની વહેંચણી કરી શકાશે:56 લાખથી વધુ ખેડૂતોને સીધો ફાયદો, ખેતી પરની જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપીને હવે માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે 56 લાખ ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે. રાજ્ય સરકારને મળેલી સત્તા મુજબ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ-9 હેઠળ આ રાહત આપવામાં આવી છે. આ નિર્ણય પાછળ ખેડૂતોના સંગઠનો, કિસાન સંઘ અને સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર, 21 IASને પ્રભારી સચિવ બનાવ્યા:34 IT અધિકારીને પ્રમોશન સાથે 41 અને GAS કેડરના 31 અધિકારીની બદલી, 32 ના.મામલતદારને પ્રમોશન રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. IAS અધિકારીઓની નવી નિમણૂકો, મહેસુલ વિભાગમાં બદલી-બઢતી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટ્રાન્સફર તેમજ મામલતદાર કક્ષાએ પ્રમોશન જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ફેરફારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, જે રાજ્યના વહીવટને વધુ અસરકારક બનાવશે. રાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં થયેલી બઢતી, બદલી અને નિવૃત્તિ બાદ ખાલી થયેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના વડાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી જિલ્લા વહીવટ વધુ મજબૂત બને. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કેન્દ્ર સરકારની 2.38 લાખ કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી:એરફોર્સને S-400 મિસાઈલ ડિફેન્સ અને આર્મીને ધનુષ ગન સિસ્ટમ મળશે સંપૂર્ણ સમાચાર વાંચો 2.ઈન્ટરનેશનલ : આયર્લેન્ડમાં ફોન-ફ્રી બાળપણ, મેદાનમાં કિલકિલાટ કરી રહ્યા બાળકો:માતા-પિતા અને શિક્ષકોએ 'નો ફોન કોડ' લાગુ કર્યો, 12 વર્ષથી નાના બાળકોને મોબાઇલ નહીં સંપૂર્ણ સમાચાર વાંચો 3.નેશનલ : કોંગ્રેસે કહ્યું- રાહુલમાં કાર્યકર જેટલી સમજ હોવી સારી વાત:હવામાં ઉડતા પી.વિજયન શું જાણે; કેરળના મુખ્યમંત્રીએ રાહુલની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા હતા સંપૂર્ણ સમાચાર વાંચો 4.ઈન્ટરનેશનલ : નેપાળમાં બાલેન શાહ સૌથી યુવા વડાપ્રધાન બન્યા:રાષ્ટ્રપતિએ પીએમ પદના શપથ લેવડાવ્યા; મધેશ ક્ષેત્રમાંથી આવનારા પહેલા PM સંપૂર્ણ સમાચાર વાંચો 5.બિઝનેસ : રૂપિયો 94.7 ના રેકોર્ડ નીચલા સ્તરે:14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આ નાણાકીય વર્ષમાં ડોલર સામે 10% ઘટ્યો; વિદેશી સામાન મોંઘો થશે સંપૂર્ણ સમાચાર વાંચો 6.સ્પોર્ટ્સ : Oh my God Rohit...તું તો ઓળખાતો જ નથી!:રોહિતનો નવો અવતાર જોઈને નીતા અંબાણી તેને ઓળખી શક્યા નહીં; રિએક્શનનો વીડિયો વાઇરલ સંપૂર્ણ સમાચાર વાંચો 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 28 માર્ચનું ટેરો રાશિફળ:મિથુન-સિંહ રાશિના લોકોનું ટીમવર્કથી કામ પાર પડશે, તુલા-મીન રાશિના જાતકોએ નિર્ણય લેવામાં ધીરજ રાખવી સંપૂર્ણ સમાચાર વાંચો 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 5 પૈસા માટે કંડક્ટરની નોકરી ગઈ, હવે ₹3 લાખ મળ્યા માત્ર 5 પૈસાની લાંચના આરોપમાં 1976માં દિલ્હીના બસ કંડક્ટર રામ સિંહ યાદવની નોકરી જતી રહી હતી. પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે કંડક્ટરે 40 વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડી. 2016માં દિલ્હી હાઈકોર્ટે કંડક્ટરને રાહત આપતા 3 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ‘પોઝિટિવ પાજી’ને કિડનેપ કરીને માર્યા, પાંસળીઓ તોડી નાખી: પણ પછી આસારામના ગુંડાઓ ફફડી ગયા, જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો એપિસોડ 2. આજનું એક્સપ્લેનર: ફોર્મ-16 સમાપ્ત, ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકાશે ઇનકમ ટેક્સ; 1 એપ્રિલથી 5 મોટા ફેરફારો લાગુ, તમને શું ફાયદો-નુકસાન 3. એક્સક્લૂસિવ : '5 વર્ષ પહેલાં UCC હોત તો મારી દીકરી જીવતી હોત': હસતા મોંઢે આપઘાત કરનારી આયશાના પિતા ભાવુક થયા, કહ્યું- હવે કોઇ 4 નિકાહનો શિકાર નહીં બને 4. ફિલ્મી ફેમિલી : 'ધુરંધર'ના 'જમીલ ખાન'એ ભૂખ્યા પેટે કામ કર્યું: 'દિલરુબા' બની છવાયા, દીકરી જેવડી ઉંમરની એક્ટ્રેસને કિસ કરી વિવાદમાં આવ્યા 5. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : સેપ્ટિક ટેન્કમાં મળ્યું એક્ટ્રેસ મીનાક્ષીનું ધડ: કાપેલું માથું બેગમાં રાખીને ફરતા રહ્યા હત્યારા; નકલી રોયલ ફેમિલીને છેતરવાનું ખોફનાક કાવતરું 6. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ટ્રેનની ‘તત્કાલ ટિકિટ’ ચોરનારી ગેંગમાં 5મું ફેઈલ: CBIએ જેને મુખ્ય સૂત્રધાર ગણાવ્યો તે જામીન પર છૂટ્યો; IIT-IIM વાળા ઓફિસરો જાળ તોડી શક્યા નહીં 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:વૃષભ અને સિંહ રાશિના લોકોને સંપત્તિ સંબંધિત લાભ થશે, કન્યા જાતકોના વિવાદો ઉકેલાશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Rajya Sabha clears Finance Bill 2026 | Excise duty cut to not burden citizens, says FM; poll move: Opposition
    Next Article
    મતદાર યાદી સામે વાંધા અરજીનો ધોધ:પાલિકાની મતદાર યાદી સામે 90 વાંધા વોર્ડ 3માં સૌથી વધુ 31 અરજી આવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment