Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું:શનિદેવ મંદિર સામે 90 ચોરસ મીટરનું દબાણ દૂર કરાયું; કિંમત રૂ.13 લાખ, પોલીસ અને સરકારી વિભાગોની સંયુક્ત કાર્યવાહી

    1 day ago

    ભુજના મુન્દ્રા રોડ પર શનિદેવ મંદિર સામેનું ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું. પોલીસ અને સરકારી વિભાગોની સંયુક્ત ટીમે આશરે 90 ચોરસ મીટરનું દબાણ દૂર કર્યું. તેની અંદાજિત કિંમત રૂ.13 લાખ હતી. આ બાંધકામ યુવરાજસિંહ ઉર્ફે જયવીરસિંહ દેવુભા જાડેજાનું હતું. તેઓ મૂળ તેરાના અને હાલ મુન્દ્રા રોડ, ભુજના રહેવાસી છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સંબંધિત સરકારી વિભાગોના સંકલનથી કાર્યવાહી કરાઈ. કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી. શ્રીમાળી, સર્કલ ઓફિસર બીનાબેન મકવાણા અને તલાટી મંત્રી સુરેશભાઈ જોડાયા હતા. આર એન્ડ બી વિભાગ, પીજીવીસીએલના ભુજ વિભાગના કર્મચારીઓ અને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પણ ભાગ લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ, યુવરાજસિંહ સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનાઓ નોંધાયા છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026માં મારામારી અને ગંભીર ગુનાની વિવિધ કલમો હેઠળ, વર્ષ 2024માં મારામારી અને અન્ય કલમો હેઠળ તથા વર્ષ 2021માં મારામારી અને ટોળકી સંબંધિત ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં અને નલિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016 તથા 2020માં અલગ-અલગ કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ રેકોર્ડમાં છે.
    Click here to Read More
    Previous Article
    'સલમાન ખાન' વ્હોટ્સએપ ગ્રૂપની બબાલમાં બે સગીરની હત્યા:મિત્રનો જ મટન કાપવાના છરાથી હુમલો, ઓનલાઈન ફ્રી ફાયર ગેમના લીધે હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ
    Next Article
    ઉવારસદમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ:ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી 14 પીપડામાં ભરેલો 2800 લિટર વોશ -દારૂનો જથ્થો જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment