Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉવારસદમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ:ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી 14 પીપડામાં ભરેલો 2800 લિટર વોશ -દારૂનો જથ્થો જપ્ત કર્યો

    1 day ago

    ગાંધીનગરના ઉવારસદ ગામની સીમમાં આવેલા રાણજીપરામાં વનરાજી એરિયામાં LCBની ટીમે રેડ પાડી બેરોકટોક રીતે ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન 14 પીપડામાં ભરેલો 2800 લિટર દારૂ ગાળવાનો વોશ અને કેરબાઓ ભરીને દેશી દારૂનો જથ્થો સહિત કુલ રૂ.77,000 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ વોન્ટેડ બુટલેગર વિરુધ અડાલજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. રીઢો બુટલેગર દેશી દારૂ ગાળવાની પ્રવૃતિ ચલાવતો ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચનાં પીઆઇ કેતન રાઠોડની ટીમ અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી કે,રાણજીપરામાં વિહતમાતાના મંદિરની બાજુમાં ઓએનજીસીની દિવાલની બહારની બાજુએ આવેલા વનરાજી એરિયામાં રીઢો બુટલેગર દશરથજી જીવણજી ઠાકોર છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂ ગાળવાની પ્રવૃતિ ચલાવી રહ્યો છે. તમામ મુદ્દામાલનો સ્થળ પર નાશ કરાયો જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. જોકે, બુટલેગર દશરથજી ઠાકોર ભઠ્ઠી પર હાજર મળી આવ્યો ન હતો. બાદમાં પોલીસે વનરાજી વિસ્તારમાં તપાસ કરતા 14 પતરાના 14 જેટલા પીપમાંથી 70 હજારની કિંમતનો દેશી દારૂ ગાળવાનો 2800 લીટર વોશ મળી આવ્યો હતો. આ ઉપરાંત એક પ્લાસ્ટિકના કેરબામાંથી 7 હજારની કિંમતનો આશરે 35 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેના પગલે એલસીબીએ કુલ 77 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બુટલેગર દશરથજી ઠાકોર વિરુધ અડાલજ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી તમામ મુદ્દામાલનો સ્થળ પર નાશ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું:શનિદેવ મંદિર સામે 90 ચોરસ મીટરનું દબાણ દૂર કરાયું; કિંમત રૂ.13 લાખ, પોલીસ અને સરકારી વિભાગોની સંયુક્ત કાર્યવાહી
    Next Article
    WWE Exit Rumors Around Jordynne Grace Get Addressed In New Backstage Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment