Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સલમાન ખાન' વ્હોટ્સએપ ગ્રૂપની બબાલમાં બે સગીરની હત્યા:મિત્રનો જ મટન કાપવાના છરાથી હુમલો, ઓનલાઈન ફ્રી ફાયર ગેમના લીધે હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ

    1 day ago

    સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાત્રે વ્હોટ્સએપ ગ્રૂપની બોલાચાલીમાં મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં 2 સગીર મિત્રોની મટન કાપવાના છરા વડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ડબલ મર્ડર કેસના સીસીટીવી ફૂટેજ સામે આવતા અઠવા પોલીસે સીસીટીવી આધારે ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બંને મૃતકોની લાશ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપમાં 'ખાનદેશી' મહેણું હત્યાનું કારણ બન્યું પોલીસ તપાસ અનુસાર આ વિવાદ પાછળ 'સલમાન ખાન' નામના વ્હોટ્સએપ ગ્રૂપની બોલાચાલી જવાબદાર છે. એસીપી વિજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું કે, 60-70 સભ્યોના આ ગ્રૂપમાં ઘોડેસવારીના વધુ પડતા વીડિયો નાખતા બીજાએ વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ ગાળાગાળી થઈ અને 'ખાનદેશી' શબ્દનો ઉપયોગ કરતા મામલો બિચક્યો હતો, પરંતુ ઉગ્ર ઝપાઝપી થતાં સગીરોને છરો વાગી ગયો હતો. ફ્રી ફાયર ગેમના ઝઘડાએ જીવ લીધોનો પરિવારનો આક્ષેપ જોકે, બીજી તરફ મૃતકના પરિવારજનો પોલીસની આ થિયરી સાથે સહમત નથી. તેઓ આ ઘટના પાછળ ઓનલાઇન ગેમને જવાબદાર ઠેરવી રહ્યા છે. મૃતકના કાકા મોહમ્મદ સલમાને જણાવ્યું હતું કે, 'આ ઘટના ફ્રી ફાયર ગેમ પરથી થઈ છે. ગેમ રમતા કોઈ ગાળાગાળી થઈ હતી. જેમાં મારો ભત્રીજો જેનું મોત થયું છે, એના મિત્ર સાથે કંઈક માથાકૂટ થઈ હતી. તો સામેવાળાએ તેને ધમકી આપી, લડવા માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ આ હત્યા થઈ.' સમાધાન કરાવવા ગયેલા નિર્દોષોનો ભોગ લેવાયો પરિવારના સભ્ય મોહમ્મદ સાબીરે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે તેમના બાળકો તો માત્ર મિત્રતાના નાતે ઝઘડાનું સમાધાન કરવા ગયા હતા, જ્યારે આરોપી ચપ્પુ લઈને આવ્યો ત્યારે જેની સાથે મુખ્ય ઝઘડો હતો તે યુવક ચપ્પુ જોઈને ભાગી છૂટ્યો હતો, અને વચ્ચે પડેલા આ બે સગીરોને જીવલેણ ઘા વાગી ગયા. સાબીરે ન્યાયની માંગ કરતા કહ્યું- 'હવે અમને તો ઇન્સાફ જોઈએ. એવો ઇન્સાફ કે તે જિંદગીભર જેલમાંથી ન છૂટવો જોઈએ.' પિતાની મટનની દુકાનમાંથી છરો લઈને ડરાવા પહોંચ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ જ્યારે બંને પક્ષો આમનેસામને આવ્યા ત્યારે પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. આરોપી સગીરના પિતાની મટનની દુકાન છે. જ્યારે તેને ખબર પડી કે સામે પક્ષના યુવકો તેને શોધતા આવ્યા છે, ત્યારે તે તેમને માત્ર ડરાવવાના ઈરાદે દુકાનમાંથી મટન કાપવાનો મોટો છરો લઈને ગયો હતો. પરંતુ, સામસામે થયેલી ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીમાં તેણે પોતાનો કાબૂ ગુમાવ્યો અને પોતાના જ મિત્રો પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. અઠવા પોલીસની સઘન કાર્યવાહી અને શોધખોળ આ ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં બંને મૃતક સગીરોના પરિવારોમાં કલ્પાંત છવાયો છે. નોંધનીય છે કે મૃતકોમાંથી એકના પિતા જેલમાં છે અને માતા નથી, જ્યારે બીજાના પિતા દિવ્યાંગ છે. અઠવા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી, ગુનાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા સગીર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    શાહરુખના બર્થડે પર ફેન્સને રિટર્ન ગિફ્ટ:'કિંગ'નું પહેલું રોમેન્ટિક ગીત રિલીઝ; તાજમાં આખી રાત પાર્ટી કર્યા બાદ ચાહકોને આપી ફ્લાઇંગ કિસ, મન્નત બહાર લખાયો ખાસ મેસેજ
    Next Article
    ભુજમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું:શનિદેવ મંદિર સામે 90 ચોરસ મીટરનું દબાણ દૂર કરાયું; કિંમત રૂ.13 લાખ, પોલીસ અને સરકારી વિભાગોની સંયુક્ત કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment