Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશાના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી:કોડીનયુક્ત કફ સિરપની 9 હજાર બોટલોનું ગેરકાયદે ખરીદ વેચાણ કરતા SD ફાર્માનો પરવાનો રદ્દ, બંધ થઈ ગયેલી પેઢીને વેચાણ કરી હોવાનું બતાવ્યું

    1 day ago

    વડોદરા શહેરમાં નશાનો કાળો કારોબાર કરનાર સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વડોદરા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે કેમિસ્ટો દ્વારા પણ તગડો નફો રળી લેવા માટે કોડીનયુક્ત કફ શીરપનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવતા સનફાર્મા રોડની એસડી ફાર્મા કંપનીનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે. ખોટા બીલો અને બીલો સાથે છેડછાડ કરી ફાર્મા કંપની દ્વારા કોડીનયુક્ત કફ શીરપની 9 હજાર બોટલનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું ખોરાક અને ઔષધ નિયમનની તપાસમાં બહાર આવ્યું હતું. વડોદરા ખોરાક અને ઔષધો નિયમન વિભાગના મદદનીશ કમિશ્નર ડો.એ.એચ.ઝાલાની દોરવણી હેઠળ ઔષધ નિરિક્ષક દ્વારા શહેરના સનફાર્મા રોડ પર આવેલી એસ.ડી. ફાર્મામાં તપાસ કરવામાં આવી હતી. ફાર્મા કંપનીના માલિક હાર્દિક વિનોદભાઈ શાહ દ્વારા ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ ખાતેથી મહારાજજી એન્ટરપ્રાઈઝમાંથી કોડીનયુક્ત કફ શીરપની 9 હજાર બોટલ ખરીદવામાં આવી હતી.આ ખરીદીના બીલમાં બેચ નંબર, પરવાના નંબર, એક્સપાયરી ડેટ જેવી કોઈ વિગતો ના હતી. પેઢીનો પણ કોઈ સંપર્ક નંબર ના હોય આ ઉપજાવી કાઢેલું બીલ હોવાનું જણાવ્યું હતું. આ પેઢીમાંથી ખરીદેલી બોટલો પૈકી શહેરના હરણી રોડ બંધ થયેલી એ.જે.એન્ટરપ્રાઈઝને 1440 બોટલ વેચવામાં આવી હતી. તેમજ અમદાવાદની એક પેઢીને 7560 બોટલનું વેચાણ દર્શાવી બિલમાં ગંભીર પ્રકારની છેડછાડ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા એસડી કાર્માને નોટીસ ફટકારવામાં આવી હતી. જેને તેને ગત 17મીએ ખુલાસો કર્યો હતો. જોકે એસડી ફાર્મા દ્વારા કરવામાં આવેલો ખુલાસો સંતોષકારક ના હોવાને કારણે પેઢીનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હતો. કોડીનયુક્ત શીરપનો નશો કરી તેનો વધુ પડતો ઉપયોગ શ્વાસોશ્વાસમાં તકલીફ, હૃદયના દબકારા ધીમા પડવા, કોમા કે હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિ પેદા કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકા પોલીસે હોટેલ સંચાલકો સાથે બેઠક યોજી:પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું
    Next Article
    સુરેન્દ્રનગરને 55 કરોડની વિકાસ સહાય મળી:મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતે ચેક અર્પણ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment