Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા પોલીસે હોટેલ સંચાલકો સાથે બેઠક યોજી:પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું

    1 day ago

    દ્વારકા શહેરમાં પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી સુદૃઢ બનાવવા માટે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે હોટેલ તથા ગેસ્ટહાઉસના સંચાલકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હોટેલ સંચાલકોને પ્રવાસીઓની સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને, હોટેલમાં રોકાતા તમામ પ્રવાસીઓની વિગતો 'પથિક' સોફ્ટવેરમાં નિયમિત અને સંપૂર્ણ રીતે નોંધવાની સૂચના આપવામાં આવી હતી. વધુમાં, હોટેલ પરિસરમાં સ્થાપિત CCTV કેમેરા યોગ્ય રીતે કાર્યરત રાખવા અને તેના રેકોર્ડિંગનો જરૂરી બેકઅપ જાળવી રાખવા પણ જણાવાયું હતું. આ પગલાં કોઈપણ ઘટનાની તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા પૂરા પાડવામાં મદદરૂપ થશે. હોટેલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન ફરજિયાતપણે કરાવવા માટે પણ હોટેલ માલિકો અને સંચાલકોને સૂચના આપવામાં આવી હતી. દ્વારકા શહેરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ આવતા હોવાથી, તેમની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હોટેલ સંચાલકોને પોલીસને જરૂરી સહયોગ આપવા અને સુરક્ષા સંબંધિત તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ હતી. દ્વારકા પોલીસ પ્રવાસીઓની સુરક્ષા માટે હોટેલ અને અન્ય રહેણાંક વ્યવસાયિક એકમો સાથે સતત સંકલન જાળવી જરૂરી તકેદારી રાખી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આ વાત ગંભીરતાથી લેજો: CM:'જે કરવું હોય તે કરો પણ સ્વચ્છતા જોઈએ...જોઈએ...ને જોઈએ... નહિંતર ગ્રાન્ટ જ બંધ, ભુવા-ખાડા નહીં ચાલે, રોડ RCCના જ બનાવો'
    Next Article
    નશાના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી:કોડીનયુક્ત કફ સિરપની 9 હજાર બોટલોનું ગેરકાયદે ખરીદ વેચાણ કરતા SD ફાર્માનો પરવાનો રદ્દ, બંધ થઈ ગયેલી પેઢીને વેચાણ કરી હોવાનું બતાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment