Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાનગઢમાં કરોડોના ખર્ચે બનેલા એસટીપી પ્લાન્ટનો વાસ્તવિક લાભ ન મળ્યો‎:9 MLD પાણી સામે 7 MLD શુદ્ધિકરણ, ખેડૂતોને પાણી ન મળતા રૂપિયા પાણીમાં ગયાનો આક્ષેપ

    5 days ago

    થાનગઢ શહેર પીવાનું પાણી ઘર-ઘર સુધી પહોંચાડ્યા બાદ, વપરાયેલા ગંદા પાણીને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માં શુદ્ધ કરીને તેમાંથી આશરે 40% જેટલું વળતર (આવક) મેળવવાનું આયોજન હતું. પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ છે. સ્થાનિક ખેડૂતોને પણ સિંચાઈ માટે આ શુદ્ધ કરેલું પાણી મળતું નથી. જો એસટીપી પ્લાન્ટમાંથી નિકળતું પાણી ન તો સિરામિક ઉદ્યોગોને મળતું હોય કે ન તો ખેતીવાડીમાં વપરાતું હોય, તો સરકાર દ્વારા કરવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચ તદ્દન વ્યર્થ ગણાય. જો નદીમાં 9 MLD ગંદુ પાણી આવતું હોય અને પ્લાન્ટ 7 MLD પાણી શુદ્ધ કરતો હોય, તો પણ નદીઓ કેમ હજુ ગટરના પાણીથી જ ઉભરાયેલી રહે છે? આ સમગ્ર મામલો ખૂબ ગંભીર અને ઉચ્ચ સ્તરીય તપાસનો વિષય બન્યો છે. એસટીપી પ્લાન્ટની વિગતો મેળવતા જાણવા મળ્યું છે કે, આ પ્લાન્ટ ગટરના પાણીમાંથી દૈનિક 7 એમએલડી પાણી શુદ્ધ કરે છે. આ પાણીને શુદ્ધ કરીને ઉદ્યોગો અને ખેતીલાયક બનાવવાનો દાવો કરાય છે. આ અંગે થાનગઢના અગ્રણી સિરામિક ઉદ્યોગકારો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, જો એસટીપી પ્લાન્ટ અમને અમારા ઉદ્યોગના નિયત ટીડીએસ પ્રમાણ મુજબનું પાણી પૂરું પાડે, તો અમે સરકારને નિયમ મુજબના પૈસા ચૂકવીને પણ આ પાણી લેવા તૈયાર છીએ. વરસાદી નદીઓ બની ગઈ ગટરની નદીઓ થાનને નર્મદા યોજના અંતર્ગત દૈનિક 9 MLD પાણી મળે છે. આ પાણીનો વપરાશ થયા બાદ જે ગંદુ પાણી નીકળે છે, તે અગાઉ વરસાદી નદી તરીકે ઓળખાતી સ્થાનિક નદીઓમાં છોડાય છે. પરિણામે, ક્યારેક શુદ્ધ પાણીથી વહેતી નદીઓ આજે હજારો લીટર ગંદા પાણીથી ભરેલી ગટરની નદીઓ બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વમંજૂરી મેળવનાર ખેડૂતોએ 60 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે:પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ યોજનાના લાભાર્થીઓ માટે ઓનલાઈન ક્લેઇમ સબમિટ કરવો ફરજિયાત
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:બ.કાં.માં જૂનના પ્રથમ 21 દિવસમાં 50.95 લાખ લિટર પેટ્રોલ અને 2.38 કરોડ લિટર ડીઝલ વેચાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment