Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:બ.કાં.માં જૂનના પ્રથમ 21 દિવસમાં 50.95 લાખ લિટર પેટ્રોલ અને 2.38 કરોડ લિટર ડીઝલ વેચાયું

    5 days ago

    જૂન મહિનાના પ્રથમ 21 દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના વેચાણે નવા રેકોર્ડ સર્જ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 1થી 21 જૂન દરમિયાન જિલ્લામાં 5095 કિલો લીટર એટલે કે 50.95 લાખ લીટર પેટ્રોલનું વેચાણ થયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 20.2 ટકા વધુ છે. ડીઝલના વેચાણમાં તો જિલ્લામાં અસાધારણ વધારો નોંધાયો છે. માત્ર 21 દિવસમાં 23829 કિલો લીટર એટલે કે 2.38 કરોડ લીટર ડીઝલનું વેચાણ થયું છે. ગત વર્ષના 16266 કિલો લીટરની સરખામણીએ આ વધારો 46.5 ટકા જેટલો નોંધાયો છે. આમ જિલ્લામાં કુલ મળીને 2.89 કરોડ લીટરથી વધુ પેટ્રોલ-ડીઝલનો ઉપાડ થયો છે. જિલ્લાના સરહદી વાવ-થરાદ પંથકમાં પણ ઇંધણની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ વિસ્તારમાં 358 કિલો લીટર પેટ્રોલનું વેચાણ થયું છે, જે ગત વર્ષની સરખામણીએ 35.9 ટકા વધુ છે. જ્યારે 1567 કિલો લીટર ડીઝલનું વેચાણ નોંધાયું છે, જેમાં 33.8 ટકાનો વધારો થયો છે. ઇંધણના સરેરાશ રૂ.100 પ્રતિ લીટરના ભાવ મુજબ ગણતરી કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં 21 દિવસમાં અંદાજે રૂ.289 કરોડથી વધુનું ઇંધણ વેચાયું છે. જ્યારે માત્ર વાવ-થરાદ વિસ્તારમાં જ રૂ.19 કરોડથી વધુનું પેટ્રોલ અને ડીઝલ વેચાયું હોવાનું અનુમાન છે. અમદાવાદ જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ ઇંધણનું વેચાણ નોંધાયું અમદાવાદ જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ ઇંધણનું વેચાણ નોંધાયું છે જ્યાં 21 દિવસમાં 34738 કિલો લીટર પેટ્રોલ અને 42301 કિલો લીટર ડીઝલનું વેચાણ થયું છે. બીજી તરફ રાજ્યમાં સૌથી ઓછું વેચાણ દીવમાં નોંધાયું છે, જ્યાં માત્ર 205 કિલો લીટર પેટ્રોલ અને 523 કિલો લીટર ડીઝલ વેચાયું છે. ઓઇલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ગભરાટમાં આવીને ખરીદી કરવાની જરૂર નથી.
    Click here to Read More
    Previous Article
    થાનગઢમાં કરોડોના ખર્ચે બનેલા એસટીપી પ્લાન્ટનો વાસ્તવિક લાભ ન મળ્યો‎:9 MLD પાણી સામે 7 MLD શુદ્ધિકરણ, ખેડૂતોને પાણી ન મળતા રૂપિયા પાણીમાં ગયાનો આક્ષેપ
    Next Article
    એસપીના લોક દરબારમાં વેપારીઓની રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર:પાલનપુર દિલ્હી ગેટથી બારડપુરા માર્ગ પર આડેધડ રિક્ષા પાર્કિંગથી ટ્રાફિકજામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment