Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસપીના લોક દરબારમાં વેપારીઓની રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર:પાલનપુર દિલ્હી ગેટથી બારડપુરા માર્ગ પર આડેધડ રિક્ષા પાર્કિંગથી ટ્રાફિકજામ

    5 days ago

    પાલનપુર દિલ્હી ગેટથી બારડપુરા રોડ ઉપર મેડિકલ સ્ટોર્સની સામેના ત્રણ રસ્તા ઉપર આડેધડ રિક્ષાઓ પાર્કિગ કરાઈ રહી છે. જેનાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અગાઉ જિલ્લા પોલીસવડાના લોક દરબારમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો. છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. પાલનપુર દિલ્હીગેટ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાથી બારડપુરા રોડ ઉપર દિવસભર ખરીદી માટે લોકોની ભારે ભીડ રહે છે. જ્યાં પથ્થર સડક જતાં માર્ગે મેડિકલ આગળના ત્રણ રસ્તા વચ્ચે આડેધડ રિક્ષાઓ પાર્કિગ કરાઈ રહી છે. વેપારીઓએ જણાવ્યું કે, સાંજના સમયે ટ્રાફિક ખુબ જ વધી જતું હોવાથી પગપાળા ચાલતાં જતા લોકોને પણ હાલાકી પડી રહી છે. દિલ્હીગેટ ચાર રસ્તાએ ટ્રાફિક પોલીસની બંદોબસ્ત છે. તેવી રીતે એક પોઇન્ટ અહિંયા પણ મુકવામાં આવે તેવી માંગણી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:બ.કાં.માં જૂનના પ્રથમ 21 દિવસમાં 50.95 લાખ લિટર પેટ્રોલ અને 2.38 કરોડ લિટર ડીઝલ વેચાયું
    Next Article
    Venezuela's 2 Back-To-Back Earthquakes Its Strongest In Over A Century

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment