Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    9 વર્ષથી ફરાર લૂંટ-ચોરીનો આરોપી ઝડપાયો:વલસાડ LCBએ રાજસ્થાનથી આરોપીને ઝડપી પારડી પોલીસને સોંપ્યો

    21 hours ago

    વલસાડ જિલ્લામાં લૂંટ અને ઘરફોડ ચોરીના પાંચ ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાઈ ગયો છે. વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજસ્થાનના પાલી જિલ્લાના દેસુરી તાલુકાના ખીવાડા ગામેથી તેની ધરપકડ કરી છે. આરોપીને વધુ તપાસ માટે પારડી પોલીસને સોંપવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત LCB પો.ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ પંકજ રૂપાને આરોપી રાજસ્થાનમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે પાલી જિલ્લામાં દરોડો પાડી અશ્વિન જગદીશ ઠાકુર (ઉં.વ. 39)ને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સામે પારડી પોલીસ મથકે ઘરફોડ ચોરીના ત્રણ ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત, ડુંગરી પોલીસ મથકે વર્ષ 2019માં લૂંટ, ધાક-ધમકી અને આર્મ્સ એક્ટ હેઠળનો ગંભીર ગુનો તેમજ વાપી GIDC પોલીસ મથકે વર્ષ 2018માં ઘરફોડ ચોરીનો ગુનો પણ નોંધાયેલો છે. તે આ તમામ કેસોમાં લાંબા સમયથી ફરાર હતો. તપાસ દરમિયાન આરોપીનો આંતરરાજ્ય ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના દહાણુ પોલીસ મથકે લૂંટની તૈયારીનો, દાદર પોલીસ મથકે ચોરીના બે ગુના તેમજ રાજસ્થાનના આહોર પોલીસ મથકે પણ ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી મજૂરી કામની આડમાં અલગ-અલગ રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેનો કબજો પારડી પોલીસને સુપ્રત કર્યો છે. પારડી પોલીસ દ્વારા હવે આરોપીના સમગ્ર નેટવર્ક, અન્ય સાગરિતો તેમજ નોંધાયેલા ગુનાઓમાં તેની વધુ સંડોવણી અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પતિ સાથે છૂટ્ટાછેડા થઈ ગયા, છતાં દીકરીને મળવા જૂનાગઢથી નીકળી:ભાડાના રૂપિયા ખૂટી જતા વડોદરામાં અટવાઈ, 4 કલાક સુધી એક જ દુકાને બેસી રહેતા જાગૃત નાગરિકે અભયમને જાણ કરી, અભયમની ટીમ મદદે દોડી ગઈ
    Next Article
    શોર્ટકટથી રૂપિયા કમાવવા સોફ્ટવેર એન્જિનિયર બન્યો ઠગ:ટેલિગ્રામ પર જાળ બિછાવી ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગના નામે 73 લાખની છેતરપિંડી, 2% કમિશન માટે બેંક ખાતું ભાડે આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment