Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ સાથે છૂટ્ટાછેડા થઈ ગયા, છતાં દીકરીને મળવા જૂનાગઢથી નીકળી:ભાડાના રૂપિયા ખૂટી જતા વડોદરામાં અટવાઈ, 4 કલાક સુધી એક જ દુકાને બેસી રહેતા જાગૃત નાગરિકે અભયમને જાણ કરી, અભયમની ટીમ મદદે દોડી ગઈ

    20 hours ago

    જુનાગઢથી માત્ર 500 રૂપિયા લઈને દીકરીને મળવા પાવીજેતપુર ખાતે જવા નીકળેલી મહિલા રસ્તામાં પૈસા ખૂટી જતા વડોદરામાં અટવાઈ ગયા હતા. 4 કલાકથી એક દુકાન બહાર બેઠેલી મહિલાને જોઈ જાગૃત નાગરિકે અભયમ 181ની ટીમને જાણ કરી હતી. જેથી અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કર્યા બાદ મહિલાને પરિવારના સભ્ય સાથે સુરક્ષિત મોકલવામાં આવી હતી. વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા એક જાગૃત નાગરિકે અભયમ 181માં કોલ કરીને જાણ કરી હતી કે, એક મહિલા છેલ્લા ચાર કલાકથી દુકાનની બહાર બેઠી છે અને કોઈ સાથે વાતચીત પણ કરતી નથી. આ માહિતી મળતા જ તાત્કાલિક અભયમની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, તે પાવીજેતપુર વિસ્તારની રહેવાસી છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેના માતા-પિતા હાલમાં જુનાગઢમાં ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. મહિલાના લગ્નને પાંચ વર્ષ થયા છે અને તેને ચાર વર્ષની એક પુત્રી છે. તેનો પતિ નશાની હાલતમાં અવારનવાર મારપીટ કરતો હતો. ચાર મહિના અગાઉ થયેલી મારઝૂડ કર્યા બાદ તેને ઘરેથી કાઢી મૂકી હતી. ત્યારબાદ તેણી માતા-પિતા સાથે જુનાગઢ ખાતે રહેવા ગઈ હતી. બાદમાં પતિએ સાથે રાખવાની ના પાડતા બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા અને પુત્રી પણ પતિ પાસે જ રહેતા હતી. મહિલાને પુત્રીની યાદ તે પુત્રીને મળવા માટે જુનાગઢથી માત્ર 500 રૂપિયા લઈને સાસરી પાવીજેતપુર જવા નીકળી હતી. જોકે વડોદરા સુધી પહોંચ્યા બાદ આગળ જવા માટે તેની પાસે પૈસા બચ્યા નહોતા. માતા-પિતાએ અગાઉ સાસરીમાં જવાની ના પાડી હોવા છતાં મહિલા જીદ કરીને ઘરેથી નીકળી ગઈ હતી. મહિલાને તેના પિતાનો મોબાઇલ પણ નંબર યાદ નહોતો. મહિલાના પિતાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, તેમનો ભાઈ વડોદરામાં કામ કરે છે અને મહિલાને તેમની સાથે મોકલી આપવામાં આવે, ત્યારબાદ અભયમની ટીમે મહિલાના કાકાનો સંપર્ક કરી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. મહિલાના કાકા સ્થળ પર પહોંચતા મહિલાને તેમની જવાબદારીમાં સોંપવામાં આવી હતી. અભયમની ટીમે મહિલાને સમજાવ્યું હતું કે, હાલ તેના છૂટાછેડા થઈ ચૂક્યા હોવાથી પુત્રીનો કબજો મેળવવા માટે કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવી જરૂરી છે. સાથે જ આવો નિર્ણય લઈને ફરી આ રીતે ઘરેથી એકલી નીકળી ન જવા અંગે પણ સમજણ આપી હતી. અંતે મહિલાને તેના પરિવારને સોંપી હતી અને સાથે સુરક્ષિત રીતે જુનાગઢ જવા માટે રવાના કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ એરપોર્ટ પરથી 5 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો:બેંગકોકથી ફ્લાઇટમાં આવતા યુવકની ધરપકડ, ટ્રોલી બેગમાંથી કાળા પ્લાસ્ટિકમાં વીંટાળેલા 5 પેકેટ મળ્યા
    Next Article
    9 વર્ષથી ફરાર લૂંટ-ચોરીનો આરોપી ઝડપાયો:વલસાડ LCBએ રાજસ્થાનથી આરોપીને ઝડપી પારડી પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment