Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોસ્ટ ઓફિસની સ્કીમમાં માત્ર વ્યાજથી 5 લાખ રૂપિયાની કમાણી:5 વર્ષના રોકાણ પર શાનદાર રિટર્ન, ઝીરો રિસ્કની સાથે ટેક્સમાં છૂટનો પણ લાભ મળશે

    17 hours ago

    પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ બાળકો હોય, વૃદ્ધ હોય કે પછી યુવાનો બધા માટે ફાયદાકારક છે. વાત સુરક્ષિત રોકાણની હોય કે પછી સારા રિટર્નની, આ સરકારી યોજનાઓ દરેક રીતે લોકપ્રિય બની રહી છે. તેમાં રોકાણ પર સારું વ્યાજ પણ આપવામાં આવે છે, જેના કારણે નાની બચત દ્વારા પણ મોટું ફંડ એકત્ર કરી શકાય છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમની વાત કરીએ તો, તેમાં એકસાથે પૈસા જમા કરવાથી માત્ર વ્યાજથી જ 5 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકો છો. પોસ્ટ ઓફિસની યોજનાઓ સુરક્ષિત છે તમારી બચતનું એવી જગ્યાએ રોકાણ કરવા માંગતા હો, જ્યાં શાનદાર રિટર્ન સાથે તમારા પૈસા સુરક્ષિત રહે, તો પોસ્ટ ઓફિસની યોજનાઓ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે, કારણ કે તેમાં કરવામાં આવેલા કોઈપણ નાના-મોટા રોકાણની સુરક્ષાની ગેરંટી પોતે સરકાર આપે છે. એટલે કે આ જોખમમુક્ત બચત યોજનાઓ છે. સરકાર આપી રહી છે 7.50% સુધીનું ધમાકેદાર વ્યાજ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ પર સરકાર ધમાકેદાર વ્યાજ ઓફર કરી રહી છે અને તે મહત્તમ 7.50 ટકા સુધી છે. આ સરકારી યોજનામાં રોકાણની અવધિ અનુસાર અલગ-અલગ વ્યાજ આપવામાં આવે છે. સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાના પ્રારંભિક રોકાણથી એકાઉન્ટ ખોલાવી શકાય છે અને મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે કે જેટલા ઇચ્છો તેટલા પૈસા રોકો અને એટલો જ વધુ નફો કમાવો. તેમાં સિંગલ એકાઉન્ટ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલાવી શકો છો. વ્યાજથી 5 લાખ રૂપિયાની કમાણી કેવી રીતે થશે? હવે સમજીએ કે આ યોજનામાં એક જ વાર પૈસા રોકવાથી 5 લાખ રૂપિયાની કમાણીનું ગણિત શું છે. ગણતરી ખૂબ જ સરળ છે. તમારે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં મહત્તમ રોકાણ અવધિ એટલે કે મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ માટે એકસાથે 11.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેના પર 7.5 ટકાના વ્યાજ દર મુજબ મેચ્યોરિટી સમયે કુલ 16,67,440 રૂપિયા મળશે. આ રકમમાં માત્ર વ્યાજથી થતી કમાણી 5,17,440 રૂપિયા હશે. ટેક્સમાં છૂટનો લાભ પણ મળશે આ સ્કીમમાં અન્ય સમયગાળા માટે રોકાણ કરવા પર મળતા વ્યાજની વાત કરીએ તો, 1 વર્ષના રોકાણ પર 6.9%, 2 વર્ષના રોકાણ પર 7% અને 3 વર્ષના રોકાણ પર 7.1% વ્યાજ આપવામાં આવે છે. એટલે કે એકથી પાંચ વર્ષ સુધી માટે પૈસા રોકી શકાય છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં રોકાણકારને માત્ર સારું વ્યાજ જ નથી મળતું, પરંતુ તેમાં કરવામાં આવેલા રોકાણ પર ટેક્સમાં છૂટનો લાભ પણ આપવામાં આવે છે અને ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ લાભ મળે છે. ---------------------------- આ સમાચાર પણ વાંચો: લોનના હપ્તા મુશ્કેલી વધારશે:ડિસેમ્બરમાં બે મોટા ઝટકા લાગી શકે, FD અને SIP પર પણ કાતર ફરવાની તૈયારી, મોંઘવારીમાં વધું બગડશે તમારું બજેટ 4 ડિસેમ્બરે RBI ફરી રેપો રેટ વધારે તેવી અપેક્ષા છે, અને 9 ડિસેમ્બરે અમેરિકાની ફેડરલ રિઝર્વ પણ વ્યાજદર વધારી શકે છે. તમારી હોમ લોન, FD અને SIP પર તેની શું અસર પડી શકે, તે સમજીએ. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    FIDE World Championship: D Gukesh Confirms Longtime Coach Gajewski's Presence Ahead Of Title Clash Against Javokhir Sindarov
    Next Article
    Share Market Today: This Small-Cap Tech Firm's Profit Soars 45%: Should IPO Investors Bet?

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment