Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધ એવન્યુ હોટેલ'માં ચાલતા જુગારઘામ પર પોલીસની રેડ:સંચાલક સહિત 9 જુગારીઓ રોકડ સાથે ઝડપાયા, સંચાલક સહિત 9 સામે ગુનો નોંધી રૂ.27 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે

    20 hours ago

    ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલી એક હોટેલમાં સ્થાનિક પોલીસે દરોડો પાડીને જુગાર રમાડતા હોટેલ સંચાલક અને રમતા 8 શખ્સો મળી કુલ 9 શખ્સોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે નીલમબાગ પોલીસે મથકેથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વિઠ્ઠલવાડી સ્થિત ભારત પેટ્રોલ પંપની સામે આવેલ 'ધ એવન્યુ હોટેલ'ના રિસેપ્શન પર બેસતો બ્રિજરાજસિંહ શિવભદ્રસિંહ ગોહિલ પોતાના અંગત આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી હોટેલના રૂમ નંબર 106ને જુગારના અખાડા તરીકે ઉપયોગ કરી રહ્યો છે અને જુગારીઓને સવલતો પૂરી પાડી નાળ ઉઘરાવે છે, આ બાતમીના આધારે નિલમબાગ પોલીસ ઇન્સ્પેક્ટર અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જુગારધારા કલમ-6 હેઠળનું ખાસ સર્ચ વોરંટ મેળવવામાં આવ્યું હતું, ત્યારબાદ 'ધ એવન્યુ હોટેલ' ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો, દરોડા દરમિયાન રિસેપ્શન પર હાજર બ્રિજરાજસિંહ ગોહિલ ઉ.વ.29, રહે. જુની વિઠ્ઠલવાડી, ભાવનગરને વોરંટ બતાવીને સાથે રાખી રૂમ નંબર 106નો દરવાજો ખોલતા, અંદર 8 શખ્સો કુંડાળું વળીને ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા શખ્સોઓમાં બ્રિજરાજસિંહ શિવભદ્રસિંહ ગોહિલ ઉ.વ.29, રહે. જુની વિઠ્ઠલવાડી, હોટેલ સંચાલક/નાળ ચલાવનાર, રાકેશ ગોરધનભાઇ સાબલપરા ઉ.વ.47, રહે. હરીઓમનગર, વિપુલ તળશીભાઈ ઢોલા ઉ.વ.39, રહે.હરીઓમનગર, કેવલ અરવિંદભાઈ માવાણી ઉ.વ.37, રહે. દેસાઇનગર, શૈલેષભાઇ ઘુસાભાઈ વળીયા ઉ.વ.38, રહે.યોગેશ્વરનગર, અશ્વિન મોહનભાઈ સોલંકી ઉ.વ.36, રહે. નાની કોળીવાડ, વરતેજ, પરેશ ભુપતભાઈ સોલંકી ઉ.વ.32, રહે. નાની કોળીવાડ, વરતેજ, પંકજભાઈ કીશોરભાઈ પરમાર ઉ.વ.25, રહે. વડવા તથા વિનોદ ઠાકરશીભાઇ સરવૈયા ઉ.વ.45, રહે.દેસાઇનગર-2 વાળા ને ઝડપી લીધા હતા.. કબ્જે કરાયેલ મુદ્દામાલ પોલીસે જુગારના પટ માંથી રોકડા રૂ.27,400 તથા ગંજીપત્તાના પાના કબ્જે કર્યા છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની ધોરણસર અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સરદાર પટેલની જન્મજયંતીએ એકતા રેલી યોજાઈ:ખોડલધામ સમિતિની રેલીમાં 400થી વધુ વાહનો જોડાયા; રણજીતનગર પટેલ સમાજમાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
    Next Article
    કારની ટક્કરથી વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ:ફલ્લા ગામ પાસે હિટ એન્ડ રન, CCTVમાં ઘટના કેદ; રાજકોટની હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment