Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:શિયાળાને પગલે સિવિલ હોસ્પિટલના સમયમાં ફેરફાર કરાયો : ઓપીડી સવારે 9 અને કેસબારી 8:30થી શરૂ

    1 day ago

    સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુવિધા માટે તંત્ર દ્વારા 18 નવેમ્બરથી ઓપીડી અને કેસ કઢાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને મુસાફરીના સમયના કારણે પડતી હાલાકી નિવારવા તેમજ શિયાળાની ઋતુને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. રાજ્યની અન્ય મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોના સમયની સમીક્ષા કર્યા બાદ હોસ્પિટલના તમામ વિભાગના વડાઓ દ્વારા સર્વાનુમતે નવું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે. તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, હવેથી સવારની ઓપીડી સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી અને સાંજની ઓપીડી બપોરે 3:00 થી સાંજે 5:00 સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે, દર્દીઓ સવારે 8:30 થી બપોરે 12:45 સુધી અને બપોરે 2:30 થી સાંજે 4:45 સુધી કેસ બારી પરથી નવા કેસ કઢાવી શકશે. આ ફેરફારથી દૂરથી આવતા દર્દીઓને કોઈપણ ઉતાવળ વગર સમયસર સારવાર મળી રહેશે. દર્દીઓની સુવિધા માટે સમય બદલ્યો દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે તેમજ શિયાળાની ઋતુ અને અન્ય મેડિકલ કોલેજ હોસ્પિટલોના સમયને ધ્યાને રાખી તમામ વિભાગના વડાઓ સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો છે. > ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ,તબીબી અધિક્ષક
    Click here to Read More
    Previous Article
    પરિક્રમાનો રૂટ 1600 લાઇટોથી ઝગમગશે:એક સંસ્થા રાજકોટથી 300 મણ મરચાનુ અથાણુ લાવશે, અન્ય સંસ્થાઓનુ રાશન પણ જંગલમાં પહોંચ્યુ
    Next Article
    450 ગ્રામપંચાયતની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂ:23મી સુધીમાં વાંધાઓ રજૂ થઇ શકશે, 27મીએ આખરી યાદી તૈયાર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment