Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિક્રમાનો રૂટ 1600 લાઇટોથી ઝગમગશે:એક સંસ્થા રાજકોટથી 300 મણ મરચાનુ અથાણુ લાવશે, અન્ય સંસ્થાઓનુ રાશન પણ જંગલમાં પહોંચ્યુ

    एक दिन पहले

    આગામી તારીખ 20 નવેમ્બરની મધ્યરાત્રીના 12 કલાકે પરિક્રમાનો ગેટ ખુલતા જ પ્રારંભ થશે. જેને લઇને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તંત્રની સાથે સેવાભાવી સંસ્થાઓ, ઉતારા મંડળો દ્વારા પણ જંગલમાં અન્નક્ષેત્રની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે ખોડીયાર રાસ મંડળ અન્નક્ષેત્ર દ્વારા મંડપ ફીટીંગનુ કામ શરૂ કરી દીધુ છે. આ સંસ્થાએ આ વર્ષે પરિક્રમાર્થીઓ માટે 300 મણ મરચાનુ અથાણુ રાજકોટથી તૈયાર કરીને જંગલમાં પહોંચાડવામાં આવ્યુ છે. આ ઉપરાંત 8 ટન લાકડા, 400 ડબ્બા તેલ, 138 ડબ્બા ઘી જંગલમાં પહોંચાડી સવારનો નાસ્તો, બપોર- સાંજનુ જમવાનુ શ્રધ્ધાળુઓ માટે તૈયાર કરશે. એટલુ જ નહીં અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ પોતાનુ રાશન લઇને જંગલમાં તૈયારીઓ કરવા લાગી છે. ઉપરાંત પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર આ વર્ષે 1600 એલઇડી લાઇટો લગાવવામાં આવી છે. પરિક્રમા દરમિયાન માળવેલા, નળપાણીની ઘોડીએ હાર્ટએટેક સહિતના બનાવો બનતા હોય છે પરંતુ અહીં લાઇટ પહોંચાડવી મુશ્કેલ હોય છે જેને કારણે આ વર્ષે પ્રથમવાર આ વિસ્તારમાં પણ અજવાળુ કરવામાં આવ્યુ છે. લાઇટો સતત ચાલુ રહે તે માટે 5 થી લઇ 125 કેવી સુધીના 25 જનરેટરો પણ રૂટ પર ગોઠવવામાં આવ્યા છે એમ આરએન્ડબી ઇલેકટ્રીક શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર વાય.આર. ચારોલાએ જણાવ્યુ છે. વન્યપ્રાણીના અવર-જવરના સ્થળે પણ અંધકાર દૂર થશે: ઇજનેર પરિક્રમાના રૂટ દરમિયાન વન્યપ્રાણીની અવર-જવર અને હુમલાના જે વિસ્તાર છે તેમા પણ આ વર્ષે ખાસ લાઇટીંગની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ડંકી પોઇન્ટ- 01, ડંકી પોઇન્ટ- 02, મોરા પાણીની જગ્યા, બોરદેવી ત્રણ રસ્તા, કુંડી નંબર 01, કુંડી નંબર 03 પર વિશેષ લાઇટીંગ લગાવવામાં આવી છે. તમે જે જાણવા માંગો છો એ બધુ..‎
    Click here to Read More
    Previous Article
    વિહાર સેવા:દેવબાગમાં વિહાર સેવા ગ્રુપનું સાધુ ભગવંતો દ્વારા બહુમાન, રાષ્ટ્રીય કક્ષાની ટ્રોફી અર્પણ
    Next Article
    ભાસ્કર વિશેષ:શિયાળાને પગલે સિવિલ હોસ્પિટલના સમયમાં ફેરફાર કરાયો : ઓપીડી સવારે 9 અને કેસબારી 8:30થી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment