Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    450 ગ્રામપંચાયતની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂ:23મી સુધીમાં વાંધાઓ રજૂ થઇ શકશે, 27મીએ આખરી યાદી તૈયાર થશે

    1 day ago

    જૂનાગઢ જિલ્લામાં આગામી ગ્રામપંચાયતની ચુંટણીનુ કાઉન્ટડાઉન શરૂ થયુ છે. 5 વર્ષની મુદ્દત પૂર્ણ થવાની આરે હોવાથી ચુંટણીની તૈયારી શરૂ થઇ છે. જૂનાગઢ જિલ્લામાં 493માંથી 450 ગ્રામપંચાયતમાં ચુંટણી થનાર છે. હાલ મંગળવારે 6.85 લાખ મતદારો સાથેની તાલુકા મુજબની પ્રાથમિક યાદી જાહેર થઇ છે. જેમાં વાંધા સુચનો તારીખ 23 નવેમ્બર સુધી કરી શકાશે. બાદમાં તારીખ 27 નવેમ્બરના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થશે. રાજ્ય ચુંટણી આયોગે જિલ્લા ચુંટણી અધિકારીઓ અને કલેકટરને મતદાર યાદી પ્રસિદ્ધિ તથા સુધારણા માટેની સુચનાઓ આપી છે. એ મુજબ જૂનાગઢ જિલ્લાની 450 ગ્રામ પંચાયત માટે તાલુકા મુજબ પ્રાથમિક મતદાર યાદી જાહેર થઇ છે. આ યાદી પ્રસિદ્ધ થયા બાદ મતદારો પોતાના નામ અને અન્ય વિગતો ચકાસી શકશે. ખાસ કરીને યાદીમાં નામનો સમાવેશ થયો છે કે નહીં, નામ-અટકની જોડણી, સરનામું સહિતની વિગતો યોગ્ય છે કે નહીં તેની ખરાઈ કરવા માટે મતદારોને તક આપવામાં આવશે. પ્રાથમિક યાદીમાં કોઈ પાત્ર મતદારનું નામ રહી ગયું હોય, અટક અને સરનામામાં કોઈ ભૂલ હોય તો આગામી 23 નવેમ્બર સુધીમાં વાંધા અને સૂચનો રજૂ કરી શકાશે. બાદમાં રજૂઆતોની ચકાસણી કરીને 25 નવેમ્બર સુધીમાં તેનો નિકાલ કરાશે . અંતે 27 નવેમ્બરના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે એમ જણાવ્યુ છે. તાલુકા મુજબ‎મતદારોની યાદી‎ કેશોદ - 72,138 જૂનાગઢ - 92,165 ભેંસાણ - 63,117 મેદરડા - 58,422 માંગરોળ - 82,227 માણાવદર - 58,760 માળીયા હાટીના - 1,06,670 વંથલી - 62,366 વિસાવદર - 89,477 કુલ - 6,85,342
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:શિયાળાને પગલે સિવિલ હોસ્પિટલના સમયમાં ફેરફાર કરાયો : ઓપીડી સવારે 9 અને કેસબારી 8:30થી શરૂ
    Next Article
    30મીથી 5 ડિસેમ્બર સુધી ચાલશે,દરેક શિક્ષકને 50 કલાકની તાલીમ:ધો. 9,10ના ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સમાજના શિક્ષકોની ટ્રેનિંગ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment