Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30મીથી 5 ડિસેમ્બર સુધી ચાલશે,દરેક શિક્ષકને 50 કલાકની તાલીમ:ધો. 9,10ના ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સમાજના શિક્ષકોની ટ્રેનિંગ થશે

    एक दिन पहले

    જૂનાગઢ જિલ્લાના ધોરણ 9 અને 10ના ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સમાજના શિક્ષકોને હાઇટેક ટ્રેનિંગ આપવામાં આવશે. જે તારીખ 30 નવેમ્બરથી શરૂ થઇ 5 ડિસેમ્બર સુધી સોરઠ પબ્લીક સ્કુલ ખાતે ચાલશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત દરેક શિક્ષકે 50 કલાકની વ્યવસાયિક સજ્જતા તાલીમ લેવી ફરજીયાત છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અને સ્ટેટ કેરીક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કુલ એજ્યુકેશનને આધારે તૈયાર કરેલ પરખ પેડોગોજી આધારી જૂનાગઢ જિલ્લાના ધોરણ 9 અને 10ના ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સમાજના શિક્ષકોને હાઇટેક ટ્રેનિંગ અપાશે. ટ્રેનિંગ તારીખ 30 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી સોરઠ પબ્લીક સ્કુલ, ઝાંઝરડા રોડ ખાતે ચાલનાર છે. જેનો સમય સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેનાર છે એમ જણાવ્યુ છે. વિષય મુજબ તાલીમની તારીખ ગણિત અને વિજ્ઞાન - તા. 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર ગુજરાતી અને અંગ્રેજી - તા. 2 અને 3 ડિસેમ્બર સામાજિક વિજ્ઞાન - તા. 4 અને 5 ડિસેમ્બર
    Click here to Read More
    Previous Article
    450 ગ્રામપંચાયતની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂ:23મી સુધીમાં વાંધાઓ રજૂ થઇ શકશે, 27મીએ આખરી યાદી તૈયાર થશે
    Next Article
    પોરબંદરમાં CGDCR ની 40 ટકા જમીન કપાત સામે રોષ:Non-TP વિસ્તારમાં 40 ટકા અને જૂના લે-આઉટમાં 20 ટકા જમીન કપાતના નિયમથી મુશ્કેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment