Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં CGDCR ની 40 ટકા જમીન કપાત સામે રોષ:Non-TP વિસ્તારમાં 40 ટકા અને જૂના લે-આઉટમાં 20 ટકા જમીન કપાતના નિયમથી મુશ્કેલી

    एक दिन पहले

    પોરબંદરમાં CGDCRના જમીન કપાતના નિયમોને લઈને નાગરિકો અને ડેવલપર્સ ચિંતિત બન્યા છે. Non-TP વિસ્તારમાં 40 ટકા અને જૂના લે-આઉટમાં 20 ટકા જમીન કપાતની જોગવાઈને કારણે વિકાસકાર્યો પર બ્રેક લાગવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને જ્યાં અગાઉથી રસ્તા, પાણી, ગટર સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાં પણ સરખા ધોરણે જમીન કપાતનો આગ્રહ રાખવામાં આવતાં આ નિયમની વ્યવહારિકતા સામે સવાલો ઊઠી રહ્યા છે. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખ્યા વિના અમલમાં મુકાતા નિયમોથી જમીન માલિકો અને ડેવલપર્સની મુશ્કેલી વધવાની સાથે શહેરના વિકાસને પણ અસર થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. શહેરી વિકાસ વિભાગના CGDCR નિયમ 6.17.4 હેઠળ D-1 અને D-2 Non-TP વિસ્તારમાં વિકાસ પરવાનગી માટે 40% જમીન કપાત અને 28 માર્ચ 2018 પહેલાના લે-આઉટમાં 20% જમીન કપાતની જોગવાઈ કરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકાના સૂચિત ડીપી પ્લાનમાં આના અમલીકરણથી શહેરમાં ગંભીર મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.જેની અસર બાંધકામ ઉદ્યોગ પર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી રસ્તા, પાણી, ગટર સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. આવા વિસ્તારોમાં પણ 20થી 40 ટકા સુધીની જમીન કપાતનો આગ્રહ રાખવામાં આવે તો જમીનમાલિકોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, ઉપલબ્ધ જમીનનો મોટો હિસ્સો કપાતમાં જતો રહેતાં બાંધકામ માટેની વ્યવહારિક શક્યતાઓ પણ ઘટી શકે છે. સ્થાનિક વિસ્તારની વાસ્તવિક સ્થિતિ અને અગાઉથી થયેલા વિકાસને ધ્યાનમાં લીધા વિના એકસરખા ધોરણે કપાતની જોગવાઈ લાગુ કરવાની નીતિ સામે સવાલો ઊઠી રહ્યા છે. આ નિયમોના કારણે નવા બાંધકામ પ્રોજેક્ટ અટકી શકે, રોકાણકારો પાછળ હટી શકે અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવસાયોને પણ અસર થઈ શકે છે. વિકાસને વેગ આપવાના બદલે જમીન કપાતની જોગવાઈ જ વિકાસમાં અવરોધ બને તેવી ભીતિ વચ્ચે હવે પોરબંદરની સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ નિયમોના અમલની જરૂરિયાત ચર્ચાઈ રહી છે. મુખ્ય રજૂઆત અને માંગણીઓ જાણો‎ 1. નિયમની પુનઃસમીક્ષા: Non-TP વિસ્તારમાં 40% જમીન કપાતની જોગવાઈની પુનઃસમીક્ષા કરી રાહત અપાય. 2. જૂના લે-આઉટને મુક્તિ: 2500 ચો.મી.થી વધુ વિસ્તારવાળા તા. 28-03-2018 પહેલાના મંજૂર લે-આઉટને 20% કપાતમાંથી મુક્તિ આપવામાં આવે. 3. સ્પષ્ટ નિયમો: સબ-પ્લોટીંગ અને બાંધકામ પરવાનગી માટે અલગ સ્પષ્ટ નિયમો બને તથા સત્તાધિકારી દ્વારા છૂટછાટનો સ્પષ્ટ પરિપત્ર થાય. 4. એકસમાન અમલ: રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં આ નિયમનું એકસમાન અર્થઘટન અને અમલીકરણ થાય. > રાજેશ એમ. લાખાણી, એડવોકેટ, પોરબંદર મુખ્ય સમસ્યાઓ / નિયમોની અડચણો આયોજન બગડે છે: અગાઉથી મંજૂર લે-આઉટ અને આંતરિક રસ્તાઓ બન્યા હોવા છતાં ફરી કપાત લાગુ કરવાથી મૂળ આયોજન બદલવું પડે છે. વિકાસ અશક્ય: નાના અને મધ્યમ કદના પ્લોટોમાં 40% જમીન કપાવાથી બાંધકામ લાયક જગ્યા ઘટતા પ્રોજેક્ટ આર્થિક રીતે અપરિપક્વ બને છે. સુવિધાઓ હોવા છતાં કપાત: રસ્તા, પાણી, ડ્રેનેજ જેવી સુવિધાઓ પહેલેથી ઉપલબ્ધ હોવા છતાં વાસ્તવિક સ્થિતિ ધ્યાને લેવાતી નથી. અસ્પષ્ટતા: સબ-પ્લોટીંગ અને છૂટછાટ આપવાની પ્રક્રિયા અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા કે પારદર્શક નિયમો નથી.
    Click here to Read More
    Previous Article
    30મીથી 5 ડિસેમ્બર સુધી ચાલશે,દરેક શિક્ષકને 50 કલાકની તાલીમ:ધો. 9,10ના ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સમાજના શિક્ષકોની ટ્રેનિંગ થશે
    Next Article
    Apple Outage: iCloud, App Store, Apple Pay Down For Thousands; Company Blames 'Internal Up

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment