Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ડેન્ગ્યુ વકરતાં 9 કન્સ્ટ્રક્શન સાઇટો સીલ:મ્યુનિસિપલ કમિશનરની કડક કાર્યવાહી; 80 સાઇટોને નોટિસ આપી; મચ્છરજન્ય રોગો અટકાવવા નાગરિકોને અપીલ

    8 hours ago

    અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થતાં મ્યુનિસિપલ કમિશનરે મચ્છરજન્ય રોગો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. કમિશનરે આરોગ્ય વિભાગના અધિકારીઓને કન્સ્ટ્રક્શન સાઇટો પર સરપ્રાઇઝ ચેકિંગ કરીને મચ્છરના પોરા મળી આવે તો સાત દિવસ સુધી સાઇટ સીલ કરવા સૂચના આપી હતી. આ આદેશના પગલે આરોગ્ય વિભાગે વિવિઘ વિસ્તારોમાં દરોડા પાડીને ગોતા, લાંભા, થલતેજ, નિકોલ, વટવા, બોડકદેવ, સરખેજ અને વસ્ત્રાલ સહિતની 9 કન્સ્ટ્રક્શન સાઇટોને સીલ કરી દીધી છે. 80 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટોને અપાઈ નોટિસ આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ અટકાવવા શહેરભરની કન્સ્ટ્રક્શન સાઇટો પર ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન 80 જેટલી સાઇટો પર મચ્છરના બ્રીડિંગ મળી આવતાં તેમને દંડાત્મક નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે ગોતા વિસ્તારની બે સાઇટ સહિત 9 સાઇટો પરથી મોટા પ્રમાણમાં બ્રીડિંગ મળી આવતા તેને 7 દિવસ માટે સીલ કરવામાં આવી છે. પાણી ભરાઈ રહેતા પાત્રો સપ્તાહમાં એકવાર ડ્રાય કરવા અપીલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પોતાના રહેણાંક કે ધંધાકીય સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ન રહે તે અંગે જાગૃત રહેવા વિનંતી કરાઈ છે. પાણી ભરાતા પાત્રોને સપ્તાહમાં એકવાર ખાલી કરી ડ્રાય કરવા અને બિનઉપયોગી વાસણોનો નિકાલ કરવા જણાવવામાં આવ્યું છે. માહિતી અને અવેરનેસ માટે હેલ્થ વિભાગનો સંપર્ક કરવા જણાવાયું શહેરીજનો મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે ફોગિંગ, જંતુનાશક દવાનો છંટકાવ અને મચ્છરના પોરાના નાશ માટે માન્ય એજન્સીઓની મદદ લઈ શકે છે. આ અંગે વધુ માહિતી કે સોસાયટીઓમાં અવેરનેસ કાર્યક્રમ યોજવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગનો સંપર્ક કરવા તંત્ર દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    લૂંટ અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારો ઝડપાયા:રામોલમાં થયેલી લૂંટ, કાગડાપીઠમાં બે વાહનની ચોરીનો ભેદ ઉકેલાયો
    Next Article
    વડોદરામાં ઠગે મહિલાના દાગીના ગીરવી મૂકી રૂપિયા લઈ લીધા:સ્ટારમેકર એપ પર થયેલી ઓળખાણ બાદ વૃદ્ધ દંપતી પાસેથી 23 લાખ પડાવ્યા, સ્ટેમ્પ પેપર પર કરાર પણ કર્યા, છતા રૂપિયા પરત ન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment