Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લૂંટ અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારો ઝડપાયા:રામોલમાં થયેલી લૂંટ, કાગડાપીઠમાં બે વાહનની ચોરીનો ભેદ ઉકેલાયો

    8 hours ago

    લૂંટ અને વાહન ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી આકિબખાન ઉર્ફે 'ભૂરા' પઠાણ અને તેના સાગરિત મોહસીન ઉર્ફે 'મિટ્ટી' પઠાણને ઝડપી પાડીને તાજેતરમાં રામોલમાં થયેલી લૂંટ અને કાગડાપીઠમાં થયેલી બે વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. દારૂ, જુગાર, લૂંટ સહિત અનેક ગુનામાં સંડોવાયેલો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી આકિબખાન વિરુદ્ધ અગાઉ પેટલાદ, ગાયકવાડ હવેલી, નડિયાદ ટાઉન, નારોલ, રામોલ અને ઇસનપુર સહિતના વિવિધ પોલીસ મથકોમાં દારૂ, જુગાર, લૂંટ અને વાહન ચોરી જેવા 23 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ સિવાય, કાગડાપીઠ પોલીસની કડક પૂછપરછ દરમિયાન આકિબખાને કબૂલાત કરી હતી કે, તેણે ચાલુ વર્ષે જ રામોલ વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને છેલ્લા કેટલાક મહિનાઓથી તે પોલીસ ચોપડે ફરાર હતો. અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કાગડાપીઠ પોલીસે રામોલ પોલીસને આરોપીનો કબજો સોંપવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, તેના સાગરિત મોહસીન ઉર્ફે મિટ્ટી પઠાણનો પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. તેની વિરુદ્ધ અગાઉ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ બંને શાતિર ચોરો બાઇક અને ઓટો રિક્ષાની ચોરી તેમજ લૂંટની પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. કાગડાપીઠ પોલીસે બંનેની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની સાથે અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે અપડાઉન કરવું બનશે ઈઝી:બુલેટ ટ્રેનની રેલવે-બસ ડેપો સાથે સીધી કનેક્ટિવિટી, મૂવિંગ વોક વે સાથેનો 534 મીટર લાંબો ફૂટ ઓવર બ્રિજ મુસાફરી બનાવશે સુપરફાસ્ટ
    Next Article
    અમદાવાદમાં ડેન્ગ્યુ વકરતાં 9 કન્સ્ટ્રક્શન સાઇટો સીલ:મ્યુનિસિપલ કમિશનરની કડક કાર્યવાહી; 80 સાઇટોને નોટિસ આપી; મચ્છરજન્ય રોગો અટકાવવા નાગરિકોને અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment